બાળકને ફુટરેસ્ટ પર ઊભો રાખી માતા-પિતાએ ખુશી ખુશી લીધી રાઇડની મજા… બાળકનો જીવ મૂક્યો જોખમમાં- જુઓ વીડિયો

બાળકનો જીવ જોખમમાં મૂકી મજાથી સ્કૂટી પર બેઠા રહ્યા પેરેન્ટ્સ, વીડિયો જોઇ ભડક્યા યુઝર્સ

માતા-પિતા દરેક રીતે તેમના બાળકોની સંભાળ રાખે છે. સંતાનો થોડી મુશ્કેલીમાં હોય તો પણ માતા-પિતાની ચિંતા વધી જાય છે. પરંતુ હાલમાં જ એક એવો વિડિયો સામે આવ્યો છે, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આ વીડિયો જોઈને તમારો આત્મા પણ કંપી જશે. આ વીડિયોમાં એક મહિલા પોતાના બાળકનો જીવ જોખમમાં મુકીને ખુશીથી મુસાફરી કરી રહી છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયો પર યુઝર્સ વિવિધ કોમેન્ટ કરીને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. આ વીડિયો બેંગલુરુનો હોવાનું કહેવાય છે, જેમાં માતા-પિતા ટુ વ્હીલર પર આરામથી બેઠેલા જોવા મળે છે, જ્યારે બાળક ફૂટરેસ્ટ પર ખતરનાક રીતે મુસાફરી કરી રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે,

જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે બાળક ચાલતા ટુ વ્હીલરમાં પગ મૂકવાની જગ્યા પર ઉભો છે. આ વીડિયો જોઇ લોકો બેદરકાર માતા-પિતા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યાં છે અને કહી રહ્યા છે કે માતા-પિતા કેવી રીતે તેમના બાળકનો જીવ જોખમમાં મૂકી શકે. એક યુઝરે લખ્યું, ખામી કાઢવાને બદલે એ જુઓ કે પરિવારે સ્કૂટર પર કેવી રીતે બેલેન્સ જાળવી રાખ્યું છે.

અન્ય એક યુઝરે લખ્યું, આજના માતા-પિતાને શું થઈ ગયું છે ? તમે આટલા બેદરકાર કેમ છો ? અન્ય એક યુઝરે લખ્યું, ભારતમાં આવા લોકોની કોઈ કમી નથી. બીજા એક યુઝરે લખ્યું, માતા-પિતાએ બાળકો સાથે આવી રીતે ખિલવાડ ન કરવી જોઇએ, તેમના મન પર નકારાત્મક અસર પડે છે.

Previous Article

મા અન્નપૂર્ણાના દર્શને પહોંચ્યા ખજુરભાઈ અને મીનાક્ષી ભાભી, તસવીરો જોઈને ચાહકો બોલ્યા.. "રામ સીતા ની જોડી...", જુઓ

Next Article

IPLમાંથી જ નહિ પરંતુ આ રીતે પણ કરોડો કમાઈ લે છે સુનિલ શેટ્ટીનો જમાઈ K L રાહુલ, લક્ઝુરિયસ ગાડીઓથી લઈને મોંઘી ઘડિયાળ સુધી...

error: Protected Content!
Exit mobile version