લગ્ન કરાવતા સમયે પંડિતજીને આવ્યો એવો ગુસ્સો કે મહેમાનો પર ફેંકી ફૂલોની થાળી, જુઓ જોરદાર વીડિયો

લગ્નનું વાતાવરણ હંમેશા ખુશી અને હાસ્યથી ભરેલું હોય છે, પરંતુ ક્યારેક મજાક-મસ્તી ગુસ્સાનું કારણ પણ બની જતી હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં પંડિતજી અચાનક ગુસ્સે થઈ જાય છે. આ ઘટના ત્યારે બની જ્યારે વરરાજા અને કન્યા પવિત્ર અગ્નિની આસપાસ ફેરા ફરી રહ્યા હતા.

વાસ્તવમાં, લગ્ન દરમિયાન મસ્તીના મૂડમાં આવેલા મહેમાનો દુલ્હા-દુલ્હન પર જોરોશોરોથી ફૂલોની વર્ષા કરી રહ્યા હતા અને ફૂલ ફેંકવાનો ક્રમ એટલો વધી ગયો કે પંડિતજી વિચલિત થઈ ગયા અને ગુસ્સામાં પંડિતજીએ ફૂલોની થાળી સીધી મહેમાન પર ફેંકી દીધી. આ બધું અચાનક બન્યું જેના કારણે લગ્નનું વાતાવરણ પણ થોડા સમય માટે શાંત થઈ ગયું.

જો કે, બાદમાં વાતાવરણને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. કેટલાક લોકો આ ઘટનાને રમુજી ગણાવી રહ્યા છે તો કેટલાકનું કહેવું છે કે લગ્ન જેવા પવિત્ર પ્રસંગમાં આવી પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ. આ ઘટનાએ લગ્નને ચર્ચાનો વિષય બનાવ્યો છે અને આ વીડિયો હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો છે.

Previous Article

રામ સિયા રામ...ગીત પર કપલે કરાવ્યુ પ્રી વેડિંગ ફોટોશૂટ, જ્યારે લગ્નમાં ચાલ્યો વીડિયો તો માહોલ હતો જોવાલાયક

Next Article

જાપાનમાં 'હરે કૃષ્ણા'ની ધુન પર મનાવવામાં આવી ક્રિસમસ, સાન્તા બની ખૂબ નાચ્યા લોકો- જુઓ વીડિયો

error: Protected Content!
Exit mobile version