એક દુલ્હો અને 5 દુલ્હન… દુલ્હાએ એક બાદ એક કરી બધાની માંગમાં ભર્યુ સિંદૂર…સોશિયલ મીડિયા પર અનોખા લગ્નનો વીડિયો વાયરલ થયો. કેટલાક આ વીડિયોને મજાક માની રહ્યા છે તો કેટલાક તેને સાચો માની રહ્યા છે. દરેક વ્યક્તિ આ વીડિયોનું સત્ય જાણવા માંગે છે. ત્યારે તમને જણાવી દઇએ કે લગભગ 52 સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યૂટયૂબ પર વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સફેદ શેરવાનીમાં સજ્જ દુલ્હો લગ્નના ગાઉનમાં સજ્જ 5 દુલ્હનોને ઘેરીને બેઠો છે. તે હાથમાં સિંદૂર લઈને એક પછી એક દરેકની માંગ ભરે છે. આ પછી કે પાંચેય દુલ્હનને પગે પડી આશીર્વાદ લે છે. સાત ફેરા લેતો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો પર ‘Actor Brajesh’નો વોટરમાર્ક દેખાય છે.
આ પછી જ્યારે આ નામ ઇન્સ્ટાગ્રામ પર સર્ચ કરવામાં આવ્યુ તો બ્રજેશ તિવારી (@actorbrajesh07) નામના આઇડી પર ઘણા ડાન્સ અને એક્ટિંગ વીડિયો અપલોડ કરવામાં આવ્યા હતા અને આ વીડિયો પણ હતો. આ વીડિયો તેણે ઘણા અઠવાડિયા પહેલા શેર કર્યો હતો. બ્રજેશના ઈન્સ્ટાગ્રામ પર 5 લાખથી વધુ ફોલોઅર્સ છે અને યુટ્યુબ પર તેના 13 લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ છે. બ્રજેશે ફેસબુક પર પોતાના પરિચયમાં જણાવ્યું છે કે તે મનોરંજનના હેતુથી વીડિયો બનાવે છે.