અમેરિકામાં ખજુરભાઇની ગાડીનું પેટ્રોલ થયુ પૂરુ, પોલિસે કર્યુ એવું કામ કે લોકો વખાણ કરતા નથી થાકી રહ્યા- જુઓ વીડિયો

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

ગુજરાતના ગરીબોના મસીહા અને યૂટ્યુબનો પરનો જાણિતો ચહેરો એવા ખજુરભાઇ ઉર્ફે નીતિન જાની ઘણીવાર તેમના સેવાકીય કાર્યોને લઇને ચર્ચામાં રહે છે. યૂટયૂબર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરનાર નીતિન જાની હવે સેવાકીય કાર્યોમાં ગુજરાતનું બહુ મોટુ નામ બની ગયા છે. તેમને લોકો ગુજરાતના સોનુ સૂદ તરીકે પણ ઓળખે છે.

તૌકતે વાવાઝોડા બાદ નીતિન જાની લોકસેવાના કામોમાં લાગ્યા અને અત્યાર સુધી તેઓ હજારો લોકોને મદદ કરી ચુક્યા છે અને ઘર વિહોણા લોકોને અથવા તો જે લોકોના ઘર તૂટી ગયા હતા તેમને નવા ઘર પણ બનાવી આપ્યા છે.ખજુરભાઇ એટલે કે નીતિન જાની જેમનું નામ સાંભળતા જ ગુજરાતીઓ ગર્વ અનુભવે.નીતિન જાનીને હવે કોઇ ઓળખની જરૂર નથી.

તેઓ એક એવું નામ બની ગયા છે, જે ગુજરાતના દરેક ગામ અને ઘરમાં ગુંજી રહ્યું છે. નીતિન જાની તેમના સેવાકીય કામને કારણે અવાર નવાર ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે હાલમાં જ તેમનો એક વીડિયો સામે આવ્યો છે, જે અમેરિકાનો છે. આ વીડિયોમાં અમેરિકાની પોલિસનું એવું કામ જોવા મળ્યુ કે લોકો વખાણ કરતા નથી થાકી રહ્યા.

નીતિન જાનીની ગાડીનું પેટ્રોલ ખત્મ થઇ જતા પોલિસ પેટ્રોલ લઇને આવી હોવાનું વીડિયોમાં નીતિન જાની જણાવી રહ્યા છે. વીડિયોમાં ખજુરભાઇ કહે છે ગાડી બંધ થઇ ગઇ છે, ડિઝલ પતી ગયુ છે, રોડ પર ઊભા છીએ. આ છે અમેરિકાની પોલિસ કે તમારુ પેટ્રોલ પૂરુ થઇ જાય તો તમારા માટે પેટ્રોલ પણ લઇને આવે છે. વીડિયોમાં નીતિન જાની અમેરિકાની પોલિસના વખાણ કરતા નજરે પડી રહ્યા છે.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Shah Jina
Exit mobile version