અત્યાર સુધી તમે બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ જોયા હશે, જેમણે ટીવીની દુનિયા છોડીને મોટા પડદા પર પ્રવેશ કર્યો અને ઘણી ખ્યાતિ પણ મેળવી. ગ્લેમર દુનિયાની સુંદર હસીના સંજીદા શેખ પણ આમાંથી જ એક છે. સંજીદા છેલ્લે સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ ‘હીરામંડી’માં જોવા મળી હતી, જેમાં તેણે શાનદાર ભૂમિકા નિભાવી.
એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની બોલ્ડ અને ગોર્જિયસ તસવીરો શેર કરે છે. અભિનેત્રી સંજીદા શેખે 19 વર્ષની ઉંમરે અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘બાગબાન’થી ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં તેનો રોલ નાનો હોવા છતાં તેને તેના પાત્ર માટે ખૂબ પસંદ કરવામાં આવી હતી. 2003માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં તેણે નીલીનું પાત્ર ભજવ્યું હતું.
હિન્દી ઉપરાંત અભિનેત્રીએ તમિલ, કન્નડ અને પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. સંજીદાએ 2005માં આવેલી તમિલ ફિલ્મ પોન્નિયિન સેલ્વનમાં અભિનય કર્યો હતો. તે 2006માં આવેલી કન્નડ ફિલ્મ ‘શુભમ’ માં જોવા મળી હતી. અભિનેત્રીએ ‘અશ્કે’, ‘મૈં તે બાપુ’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. સંજીદા શેખ છેલ્લે સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ ‘હીરામંડી’માં જોવા મળી હતી.
પર્સનલ લાઇફની વાત કરીએ તો સંજીદા શેખ ‘ક્યા દિલ મેં હૈ’ના સેટ પર અભિનેતા આમિર અલીને મળી હતી, ત્યારબાદ બંને મિત્ર બન્યા અને પછી પ્રેમમાં પડ્યા. આખરે બંનેએ 2012માં લગ્ન કર્યા. જો કે, 9 વર્ષના સંબંધ પછી બંને વચ્ચે અંતર વધવા લાગ્યું.આ દરમિયાન સંજીદા સરોગસી દ્વારા એક બાળકીની માતા પણ બની. જો કે બંને વચ્ચે બધું બરાબર ન ચાલ્યું અને સંજીદાએ 2021માં આમિર અલી સાથે છૂટાછેડા લઇ લીધા. પતિથી અલગ થયા બાદ અભિનેત્રી હાલમાં તેની પુત્રી સાથે રહે છે.
નેહા શર્માને આજે કોઈ ઓળખની જરૂર નથી. આ અભિનેત્રીએ પોતાના દમ પર બોલિવૂડ અને સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે. બિહારના ભાગલપુરની નેહા શર્માએ પોતાના દમ પર મુંબઇ સુધીની સફર કરી છે. નેહા અભિનેત્રી નહીં પરંતુ ફેશન ડિઝાઇનર બનવા માંગતી હતી.
તેણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT) દિલ્હીમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને થોડા સમય માટે ફેશન ઉદ્યોગમાં કામ પણ કર્યું. જો કે પછી નેહાએ અભિનય તરફ ધ્યાન આપ્યું અને તેને અહીં પણ સફળતા મળી. નેહા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તસવીરો-વીડિયો શેર કરતી રહે છે.
નેહા ફિટનેસ ફ્રીક છે. તે તેની ફિટનેસ પ્રત્યે ઘણી સજાગ રહે છે. અવાર નવાર પેપરાજી દ્વારા નેહાને બોલ્ડ અવતારમાં જીમ બહાર સ્પોટ કરવામાં આવે છે. કરિયરની વાત કરીએ તો, નેહાએ તેલુગુ ફિલ્મ ચિરુથાથી અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. આ પછી 2010માં તેણે ફિલ્મ ક્રૂકથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું.
ડેબ્યૂ પછી તે ક્યા કૂલ હૈ હમ (2012), તેરી મેરી કહાની (2012), યંગીસ્તાન (2014) જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. આ ફિલ્મોથી નેહા શર્માને ઘણી લોકપ્રિયતા મળી. 2020માં તાનાજી ફિલ્મ તેના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઈ. ફિલ્મમાં નેહાનું પાત્ર લોકોને ખૂબ ગમ્યું. આ ફિલ્મ નેહાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ પણ બની.
