6 લોકો માટે ઘરમાં 600 નોકર, ઘરમાં જ હેલીપેડથી લઇને આઇસ્ક્રીમ પાર્લર સુધી બધુ જ… સામે આવી મુકેશ અંબાણીના 16000 કરોડના ઘરની અંદરની તસવીરો

તમે વિશ્વના સૌથી ધનિક ભારતીય મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાથી વાકેફ છો. અંબાણી પરિવારના ભવ્ય ફંક્શન દરમિયાન એન્ટિલિયા હંમેશા ચર્ચામાં રહે છે. અનોખું નામ ધરાવતું આ ઘર દેશના સૌથી મોંઘા ઘરનો દરજ્જો ધરાવે છે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક અને ભારતના સૌથી ધનિક વ્યક્તિમાંના એક મુકેશ અંબાણી અને તેમનો પરિવાર લક્ઝરી લાઈફ જીવે છે. તેમનું ઘર એન્ટિલિયા ઘણી રીતે ખાસ છે.

આ 27 માળની ઈમારત વિશે ઘણી એવી બાબતો છે જે લોકો નથી જાણતા. અંબાણીનું ઘર એન્ટિલિયા કોઈ શાહી મહેલથી કમ નથી. આજે અમે તમને એન્ટિલિયાની અંદરની કેટલીક ખાસ તસવીરો અને તેનાથી સંબંધિત કેટલાક તથ્યો જણાવીશું, જેના વિશે તમે કદાચ નહીં જાણતા હોવ. મુકેશ અને નીતા અંબાણીનું ઘર એન્ટિલિયા દેશના સૌથી ચર્ચિત ઘરોમાંનું એક છે.

દક્ષિણ મુંબઈમાં સ્થિત એન્ટિલિયાને અમેરિકન આર્કિટેક્ચર ફર્મ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યુ હતુ. તે વિશ્વની બીજી સૌથી મોંઘી રહેણાંક મિલકત તરીકે જાણીતી છે. એન્ટિલિયા વિશ્વની સૌથી ઉંચી સિંગલ ફેમિલી બિલ્ડીંગ છે, સૌથી મહત્વની વાત એ છે કે 27 માળ ધરાવતી એન્ટિલિયામાં દરેક ફ્લોરને વધારાની ઊંચાઈ રાખવામાં આવી છે. જે આ ઈમારતને 60 માળની ઈમારત જેટલી ઊંચી બનાવે છે જે 8 રિક્ટર સ્કેલ સુધીના ભૂકંપનો સામનો કરી શકે છે.

પરિવારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એન્ટિલિયાની અંદર ત્રણ હેલિપેડ પણ બનાવવામાં આવ્યા છે. આ બિલ્ડિંગના પહેલા 6 માળ પાર્કિંગ માટે છે, જેમાં એક સાથે 168 કાર પાર્ક કરી શકાય છે. પાર્કિંગની ઉપરના ફ્લોર પર 50 સીટર સિનેમા હોલ બનાવવામાં આવ્યો છે અને તેની ઉપર આઉટડોર ગાર્ડન બનાવવામાં આવ્યુ છે. અંબાણી પરિવારના આ લક્ઝરી હાઉસમાં 9 લિફ્ટ છે. ઘરમાં એક સ્પા અને મંદિર પણ છે.

આ સિવાય અહીં યોગા સ્ટુડિયો તેમજ આઈસ્ક્રીમ પાર્લર પણ છે. ઘરમાં ત્રણથી વધુ ઇન્ડોર અને આઉટડોર સ્વિમિંગ પુલ છે. આ ઉપરાંત થિયેટર અને 80 ગેસ્ટ માટે સ્પેસ છે. ઘરની અંદરથી સમુદ્રનો સુંદર નજારો જોવા મળે છે. એન્ટિલિયાના લિવિંગ રૂમને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે કુદરતી પ્રકાશ ખૂબ જ સારો દેખાવ આપે છે. આ હોલમાં સેંકડો મહેમાનોની ક્ષમતા છે. 40,000 ચોરસ ફૂટમાં બનેલ એન્ટિલિયામાં એક ખુલ્લો પાર્ક, બગીચો, આઈસ્ક્રીમ પાર્લર અને સ્નો રૂમ પણ છે.

એન્ટિલિયામાં 600થી વધુ કર્મચારીઓ કામ કરે છે તેમજ ઘરની સુરક્ષા માટે 250 સુરક્ષાકર્મીઓ તૈનાત છે. એન્ટિલિયાનું નામ Ante-llah આઇલેન્ડના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેની શોધ 15મી સદીમાં થઈ હતી. ઘરને કમળ અને સૂર્યની થીમ ડિઝાઇન પર ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ ઘર બનતા 4 વર્ષ લાગ્યા હતા. ગૃહ પ્રવેશ માટે પૂજા 10 દિવસ સુધી ચાલુ રહી હતી, દેશના વિવિધ ભાગોમાંથી પંડિતો આવ્યા હતા. વિશ્વના સૌથી મોંઘા ઘરમાંના એક એન્ટિલિયાની કિંમત અંદાજે 16000 કરોડ રૂપિયા છે, જે સમયની સાથે વધી રહી છે.

Previous Article

હોટલના ટેરેસના પુલમાં કપાલ માણી રહ્યું હતું લવમોમેન્ટ, પણ અચાનક પાણી હલતા કપાલને કરવું પડ્યું એવું કે... જુઓ

Next Article

કાળા કપડાંમાં રેમ્પ વોલ્ક કરતા જ મલાઈકાની બની મજાક, ટ્રોલર્સએ ટ્રોલ કરતા ગલીના કુતરા સાથે કરી સરખામણી

error: Protected Content!
Exit mobile version