ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતોની ઘટના સામે આવે છે, ત્યારે હાલમાં મોરબીના વાંકાનેર નજીક અકસ્માતની એક ઘટના હની જેમાં રાજકોટથી માટેલ દર્શન કરવા માટે આવેલ નાની અને દોહિત્રનાં અકસ્માતમાં કમકમાટી ભર્યા મોત નિપજ્યા. નવું એક્સેસ સ્કૂટર લઇ નાની-ભાણેજ માટેલ દર્શન કરી પરત ઘર તરફ જઇ રહ્યા હતા ત્યારે વાઘાસીયા ટોલનાકા પાસે એક પૂરપાટ ઝડપે આવેલ ટ્રેક બંનેને અડફેટે લેતા બંનેના મોત નિપજ્યા.
રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં રહેતા 17 વર્ષીય રિકી કવાને તેની માતા બીજલબેને નવું એક્સેસ સ્કૂટર લઈ આપ્યું હતું. ત્યારે રિકી પોતાના નાની 70 વર્ષિય ગુલાબબેન પરમારને લઈને વાંકાનેરના માટેલ ગામે ખોડિયાર મંદિરે દર્શન કરવા ગયો. તેમની સાથે રિકીના મામા પણ પરિવાર સાથે બાઈક પર હતા. માટેલથી પરત ફરતી વખતે બપોરે સવા બે વાગ્યા આસપાસ વાંકાનેર નજીક વઘાસીયા ટોલનાકા પાસે વૃંદાવન હોટલની સામે એક ટ્રકે સ્કૂટરને પાછળથી ટક્કર મારી.
આ અકસ્માતમાં રિકીને મોઢા, નાક અને કાનના ભાગે ગંભીર ઈજાઓ થઈ. જ્યારે ગુલાબબેનને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. જો કે હોસ્પિટલ લઇ જવા પર ડોક્ટરે મૃત જાહેર કરતા મૃતક ગુલાબબેનના દીકરાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ટ્રકના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીને પકડવા કાર્યવાહી શરૂ કરી છે.