Breaking News : મોરબીમાં વેપારી પરિવારનો સામૂહિક આપઘાત, માતા-પિતા અને પુત્રએ ખાધો ગળેફાંસો

દુઃખદ સમાચાર: મોરબીમાં વેપારી યુવાનનો પત્ની અને દીકરા સાથે સામૂહિક આપઘાત, જાણો શું હતું કારણ

ગુજરાતમાંથી ઘણીવાર આપઘાતના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં મોરબીમાંથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. મોરબીમાં સામૂહિક આપઘાતની ઘટના બની, એક વેપારી યુવાને પત્ની અને દીકરા સાથે ઘરની અંદર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું. મોરબીના વસંત પ્લોટમાં આવેલા એપાર્ટમેન્ટમાં સામૂહિક આપઘાતની ઘટનાને કારણે ચકચારી મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી આવી છે અને અંગત કારણોસર આપઘાત કર્યાનો ઉલ્લેખ કરાયો છે.

પોલીસે ઘટનાસ્થળે પહોંચી તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા અને આગળની કાર્યવાહી હાથ ધરી. મૃતક યુવાને સુસાઇડ નોટમાં જીવનથી કંટાળી આપઘાત કર્યો હોઇ તેમજ કોઈનો દોષ નથી અને કોઈએ રડવું નહીં એવો ઉલ્લેખ કર્યો છે. પોલીસે હાલ તો આ સુસાઇડ નોટ કબજે કરી છએ. મોરબીના વસંત પ્લોટ વિસ્તારની અંદર આવેલ રોયલ એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતા 56 વર્ષિય હરેશભાઈ કાનાબારે તેમનાં પત્ની વર્ષાબેન અને 21 વર્ષિય દીકરા હર્ષ સાથે પોતાના જ ઘરની અંદર છતમાં લગાવેલા હુક સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો.

ઘટનાની જાણ મૃતક વર્ષાબેનનાં બહેનને થતા તેમણે હરેશભાઈના ભાઈને જાણ કરી અને આ પછી મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરાઇ. પ્રાપ્ત વિગત પ્રમાણે જે સુસાઇડ નોટ મળી છે તેમાં હરેશભાઈની નીચે સહી કરેલી છે અને તેમાં લખ્યુ છે “તે જીવનથી કંટાળી ગયા છે અને પરિવારે ભરેલા આ પગલા માટે કોઈ દોષિત નથી અને કોઈએ રડવું નહીં”. ત્યારે આ સુસાઇડ નોટ ખરેખર હરેશભાઈએ લખી છે કે નહિ તે હાલ તપાસનો વિષય છે.

જણાવી દઇએ કે, મૃતક હરેશભાઈના પિતા વર્ષ 1986માં મોરબી પાલિકામાં સભ્ય તરીકે ચૂંટાયા હતા અને તેમનું મોરબીના લોહાણા સમાજ અને જનસંઘમાં મોટું નામ હતું. હાલમાં હરેશભાઈ મોરબીમાં સરદાર રોડ પાસે આવેલ પાશ્વનાથ કોમ્પ્લેક્સમાં હાર્ડવેરની દુકાન ચલાવતા હતા અને તેમનો દીકરો હર્ષ સીએનો અભ્યાસ કરી રહ્યો હતો.

Previous Article

બાંગ્લાદેશના PM આવાસમાં બકરી, બતક, સૂટકેસથી લઇને કપડા સુધી...બાંગ્લાદેશની ભીડે કંઇ ના છોડ્યુ, કેટલાક બેડ પર સૂતેલા જોવા મળ્યા

Next Article

પૂરના પાણીમાં છોકરાઓએ ચલાવી દીધી કાર, વીડિયો પોસ્ટ કરી આનંદ મહિન્દ્રાને કહ્યુ- થેંક્યુ, તો બિઝનેસમેને આપ્યો આ જવાબ

error: Protected Content!
Exit mobile version