જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહો અને નક્ષત્રોનું પરિવર્તન માનવ જીવન પર ઊંડી અસર કરે છે. આ ક્રમમાં ચંદ્ર 20 મેના રોજ બુધવારે સવારે 06:11 વાગ્યે દેવગુરુ બૃહસ્પતિના સ્વામીત્વવાળા ‘પુનર્વસુ નક્ષત્ર’માં પ્રવેશ કરી ચૂક્યા છે. ચંદ્રનું આ મહત્વપૂર્ણ નક્ષત્ર ભ્રમણ 21 મે 2026ની સવાર સુધી ચાલશે. ગુરુના નક્ષત્રમાં ચંદ્રનું આ ગોચર ખાસ કરીને 4 રાશિના જાતકો માટે અત્યંત શુભ અને ફળદાયી સાબિત થવાનું છે. આ સમયગાળા દરમિયાન આ રાશિના લોકોને કરિયરમાં પ્રગતિથી લઈને આકસ્મિક ધનલાભ અને પારિવારિક સુખ-શાંતિના આશીર્વાદ મળશે. ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતે:
1. મિથુન રાશિ (Gemini):
મિથુન રાશિના જાતકો માટે ગુરુના નક્ષત્રમાં ચંદ્રનો પ્રવેશ આત્મવિશ્વાસ અને નિર્ણય લેવાની ક્ષમતામાં જબરદસ્ત વધારો કરનારો સાબિત થશે. સામાજિક ક્ષેત્રે તમારું માન-સન્માન વધશે અને લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે અને કરિયરમાં ઝડપથી પ્રગતિ જોવા મળશે. આર્થિક મોરચે પણ આ સમય મોટો ધન લાભ કરાવી શકે છે, જેનાથી પરિવાર પ્રત્યે તમારો લગાવ અને સુખ-સુવિધા વધશે.
2. કર્ક રાશિ (Cancer):
કર્ક રાશિના જાતકો માટે પુનર્વસુ નક્ષત્રમાં ચંદ્રનું આ ગોચર માનસિક શાંતિ આપનારું રહેશે. લાંબા સમયથી ચાલી આવતી ધનહાનિ અટકશે અને આવકના નવા સ્ત્રોત ઊભા થતાં આર્થિક સ્થિતિ મજબૂત બનશે. નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર સિનિયર્સ અને સહકર્મીઓનો પૂરો સાથ-સહકાર મળશે, જેના કારણે નવી યોજનાઓ પર કામ કરવાની ઉત્તમ તક હાથ લાગશે. જીવનસાથી સાથેના સંબંધો વધુ દ્રઢ બનશે.
3. તુલા રાશિ (Libra):
તુલા રાશિના જાતકો માટે ચંદ્રનું આ નક્ષત્ર પરિવર્તન ભાગ્યના દ્વાર ખોલનારું સાબિત થઈ શકે છે. આ સમયગાળામાં તમને નસીબનો પૂરો સાથ મળશે, જેના કારણે લાંબા સમયથી અટકેલા કાર્યો આપોઆપ પૂરા થવા લાગશે. ખાસ કરીને વિદેશ સંબંધિત કાર્યો અથવા વેપાર સાથે જોડાયેલા લોકોને મોટી સફળતા મળશે. કાર્યસ્થળ પર તમારી મહેનતની કદર થશે, જેનાથી પ્રમોશન અને નવી જવાબદારીઓ મળવાના મજબૂત યોગ છે. મન પ્રફુલ્લિત અને શાંત રહેશે.
4. ધન રાશિ (Sagittarius):
ધન રાશિના જાતકો માટે ગુરુના નક્ષત્રમાં ચંદ્રનું આ ગોચર જીવનમાં ખુશીઓની ભેટ લઈને આવ્યું છે. વિવાહિત જીવનમાં ચાલી રહેલા મતભેદો દૂર થશે અને પરસ્પર સમજણ તેમજ શાંતિ વધશે. બિઝનેસ કરતા જાતકોને મોટો આર્થિક લાભ થવાની સાથે કરિયરમાં મોટી સફળતા મળી શકે છે. જો તમે ઇન્ટરવ્યુ આપવાનું વિચારી રહ્યા છો અથવા નવી નોકરી જોઈન કરવા માંગો છો, તો આ સમય તમારા માટે સર્વોત્તમ અને શુભ ફળ આપનારો સાબિત થશે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)
