મનુ ભાકર અને તેની માતા સાથે નીરજ ચોપરાનો વીડિયો વાયરલ, ઇન્ટરનેટ પર ઉડવા લાગી અફવા

‘રિશ્તા પક્કા…’, નીરજ ચોપરાને મળી મનુ ભાકરની માતા તો આવ્યા યુઝર્સના દિલચસ્પ રિએક્શન- જુઓ

પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતે કુલ 6 મેડલ જીત્યા હતા. પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો પહેલો મેડલ મહિલા શૂટર મનુ ભાકેરે જીત્યો હતો. ભારતે કુલ પાંચ બ્રોન્ઝ મેડલ જીત્યા, જ્યારે 1 સિલ્વર મેડલ. નીરજ ચોપરાએ ભાલા ફેંક ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે. હવે પેરિસ ઓલિમ્પિક તો સમાપ્ત થઈ ગયું છે પરંતુ આ દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં મનુ ભાકરની માતા નીરજ ચોપરા સાથે વાત કરતી જોવા મળી રહી છે.

આ વાતચીત પર ચાહકો રસપ્રદ પ્રતિક્રિયા આપી રહ્યા છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે મનુ ભાકરની માતા ગોલ્ડન બોય નીરજ ચોપરા સાથે વાત કરે છે અને આ દરમિયાન તે નીરજના માથા પર હાથ પણ રાખે છે. મનુ ભાકરની માતા સાથે નીરજ ચોપરાની વાતચીતનો વીડિયો જોયા બાદ ચાહકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

એક યુઝરે લખ્યું, “રિશ્તા પક્કા.” અન્ય એક યુઝરે લખ્યું, “સિધા હી રિશ્તા કર દિયા ક્યા ઉસકા.” અન્ય એક યુઝરે આવી જ રમૂજી અંદાજમાં લખ્યું, “દીકરા, તું કેટલું દહેજ લઇશ?” આવી રીતે ઘણા લોકો વીડિયો પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જણાવી દઈએ કે મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં એક નહીં પરંતુ બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.

મનુએ તેનો પહેલો મેડલ 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં જીત્યો હતો. ત્યારબાદ તેણે સરબજોત સિંહ સાથે મળીને 10 મીટર એર પિસ્તોલની મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો. આ સાથે મનુ ભાકર આઝાદી બાદ એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી ભારતની પ્રથમ ખેલાડી બની છે.

Previous Article

શું આવી રીતે જન્મે છે કિંગ કોબ્રા? આ વીડિયોએ તો દુનિયાને પહેલીવાર બતાવી પૂરી હકિકત, જુઓ

Next Article

આ વાત પર રોજ થાય છે કરીના-સૈફની લડાઇ, એક્ટ્રેસે ખોલ્યુ પર્સનલ લાઇફનું મોટુ સીક્રેટ

error: Protected Content!
Exit mobile version