આયુર્વેદમાં દૂધને અમૃત માનવામાં આવે છે. વડીલો પણ કહેતા હતા કે દૂધ અને ઘીથી શરીર મજબૂત બને છે. બીમારીઓ પણ નજીક આવવાથી ડરે છે. પરંતુ આજના સમયમાં કેટલાક લોકો આ દૂધને ઝેરમાં ફેરવવા પર તુલ્યા છે. નકલી દૂધ ખતરનાક કેમિકલથી બને છે, જે કેન્સર જેવી ખતરનાક બીમારીનું કારણ બની શકે છે. એટલે દૂધ પીતા પહેલા તેને તપાસવાનું ભૂલશો નહીં.
હાલમાં જ ગત ગુરુવારે ફૂડ સેફ્ટી વિભાગની એક ટીમ ખુર્જામાં જ્યાં નકલી ચીઝ બનાવવામાં આવે છે ત્યાં દરોડા પાડવા પહોંચી હતી. આ દરમિયાન કેમિકલનો ઉપયોગ કરીને ડુપ્લીકેટ દૂધ બનાવવાનો પર્દાફાશ થયો હતો. જે બાદ ઓફિસમાં આવેલી ટીમે કેમિકલથી દૂધ બનાવવાનો ડેમો પણ બતાવ્યો હતો જે અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જેમાં ટીમ પાણીમાં એક પ્રિમિક્સ (ઘણા રસાયણોથી બનેલું મિશ્રણ) નાખે છે, જેના કારણે પાણી બિલકુલ દૂધ જેવું દેખાય છે. પછી તેને સેકરિનથી મીઠુ બનાવવામાં આવે છે અને તેની સુગંધ પણ કેટલાક રસાયણો ઉમેરીને બદલવામાં આવે છે. જો કે, આ વીડિયોની ગુજ્જુરોક્સ પુષ્ટિ કરતું નથી.
વીડિયોમાં ટીમ જણાવે છે કે આ કેમિકલના પ્રી-મિકસની એક ઢાંકણથી લગભગ 2 લિટર સિન્થેટિક દૂધ તૈયાર કરી શકાય છે. આ રીતે આ કેમિકલની એક બોટલમાંથી લગભગ 400 થી 500 લીટર નકલી દૂધ બનાવી શકાય છે. આવા રસાયણો શરીર પર ખરાબ અસર કરે છે. આ તમારા કોષો અને ડીએનએની કામગીરીને અસર કરી શકે છે. જેના કારણે કેન્સરનો ખતરો વધી જાય છે.
एक होता है मिलावटी, दूसरा होता है नकली। 100% नकली दूध बनाने का डेमो देखिए। कई केमिकल मिलाकर एक सफेद घोल तैयार हुआ। उसे नेचुरल पानी में डाला और दूध बनकर तैयार। इस 1 लीटर केमिकल से 500 लीटर दूध बनता है। फार्मूला बनाने वाला अजय अग्रवाल गिरफ्तार है।
📍बुलंदशहर, उत्तर प्रदेश pic.twitter.com/00tkeujkGM— शिक्षक वाणी (@sirjistp) December 8, 2024
