બિકિની ટોપમાં છવાઇ 50 વર્ષની મલાઇકા- જોવા મળ્યો કિલર અંદાજ, અર્જુન કપૂર નહિ પણ આની સાથે કરી રહી છે ચિલ

બિકિની ટોપ પહેર્યું 50 વર્ષની મલાઇકા ભાભીએ, ફિગરમાં દેખાયો કિલર અંદાજ, અર્જુન કપૂર નહિ પણ આની સાથે કરી રહી છે ચિલ, જુઓ તસવીરો

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની પોપ્યુલર એક્ટ્રેસ મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની તસવીરો તેમજ વીડિયો પણ શેર કરતી રહે છે. મલાઈકા અરોરાની ગ્લેમરસ તસવીરો ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. ત્યારે ફરી એકવાર મલાઈકા અરોરાએ ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે જે ચાહકોનું ધ્યાન ખેંચી રહી છે. આ તસવીરોમાં ક્યારેક મલાઈકા સમુદ્રમાં બોલ્ડ અંદાજ બતાવતી તો ક્યારેક ગર્લ ગેંગ સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે.

જો કે, આ તસવીરો જોયા પછી લોકો અર્જુન કપૂરનું નામ લઈને પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક તસવીરમાં મલાઈકા સમુદ્રની વચ્ચે બિકીની ટોપમાં જોવા મળી રહી છે. જ્યારે એક તસવીરમાં મલાઈકા અરોરાનો રિવીલિંગ ડ્રેસમાં કિલર અંદાજ જોવા મળી રહ્યો છે. મલાઈકા અરોરા દરેક ફોટોમાં અલગ અંદાજમાં જોવા મળી રહી છે. બધી તસવીરોમાં મલાઈકા તેના કર્વી ફિગરને સારી રીતે ફ્લોન્ટ કરી રહી છે.

કેટલીક તસવીરોમાં મલાઈકા અરોરા સફેદ અને ગુલાબી ડ્રેસમાં તેના ખાસ મિત્રો સાથે મોજ કરતી પણ જોવા મળી રહી છે. વેકેશનની તસવીરો શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં ‘J’adore’ લખ્યું છે. ત્યારે મલાઈકાની તસવીરો સામે આવતા જ હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. પર્સનલ લાઇફની વાત કરીએ તો, બોલિવૂડની સૌથી હોટ અભિનેત્રીઓમાંની એક મલાઈકા અરોરા હાલમાં અભિનેતા અર્જુન કપૂર સાથેના બ્રેકઅપને લઈને ચર્ચામાં છે.

એવા અહેવાલો છે કે ઘણા વર્ષો સુધી ડેટિંગ કર્યા પછી બંને અલગ થઈ ગયા છે. બ્રેકઅપના સમાચાર વચ્ચે મલાઈકા તેની ગર્લ ગેંગ સાથે ફ્રાન્સમાં એન્જોય કરતી જોવા મળી. એવા સમયે જ્યારે અર્જુન અને મલાઈકાના બ્રેકઅપના સમાચાર હેડલાઈન્સમાં છે, ત્યારે મલાઈકા આ બધાની પરવા કર્યા વગર ફ્રાન્સમાં ગર્લ ગેંગ સાથે બીચ પર આનંદ માણતી અને મોજ મસ્તી કરતી જોવા મળી રહી છે.

Previous Article

T20 વર્લ્ડકપ IND vs PAK : દર સેકન્ડે 4 લાખોની કમાણી...ભારત vs પાકિસ્તાન હાઇવોલ્ટેજ મેચમાં પૈસાનો વરસાદ

Next Article

Fact Check : મહિલા કર્મચારીએ કંગના રનૌતને માર્યો ગાલ પર એટલો જોરથી થપ્પડ કે સૂજી ગયો ગાલ...તસવીર થઇ વાયરલ

error: Protected Content!
Exit mobile version