Ex પતિ અરબાઝ ખાનના લગ્ન બાદ હવે મલાઇકા અરોરા પણ બીજા લગ્ન માટે તૈયાર, ખુલ્લેઆમ કહ્યુ- 2024માં 100% કરી લઇશ…

અરબાઝ ખાન બાદ હવે મલાઇકા પણ કરશે બીજા લગ્ન ? ફરાહના સવાલ પર શરમાતા કરી દીધુ આ એલાન

હાલમાં જ બોલિવુડ એક્ટર અને ફિલ્મ મેકર અરબાઝ ખાન મેકઅપ આર્ટિસ્ટ શૂરા ખાન સાથે બીજીવાર લગ્નના બંધનમાં બંધાયો, ત્યારે હવે એવું લાગી રહ્યુ છે કે તેની એક્સ વાઇફ મલાઇકા અરોરાએ પણ બીજીવાર લગ્નનું મન બનાવી લીધુ છે. આવું અમે નથી કહી રહ્યા પણ એક્ટ્રેસે ખુદ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા 11’માં હિંટ આપી છે.

મલાઇકા આ શોને જજ કરી રહી છે અને આ શોમાં ફરાહ ખાન પહોંચી હતી, તેણે મલાઇકા સાથે ખૂબ મસ્તી કરી. મેકર્સે આનો પ્રોમો પણ રીલિઝ કર્યો છે. મજાક-મસ્તી વચ્ચે ફરાહ ખાને મલાઇકા અરોરાને લગ્નને લઇને સવાલ પૂછી લીધો. તેણે મલાઇકાને પૂછ્યુ- મલાઇકા 2020માં શું તું સિંગલ પેરેન્ટ કમ એક્ટ્રેસથી ડબલ પેરેન્ટ કમ એક્ટ્રેસ બનવાની છે ? આ સાંભળી મલાઇકા પૂછે છે, મતલબ મારે કોઇને ગોદ લેવો પડશે ? આનો મતલબ શું છે ?

ત્યારે જ આ શોની હોસ્ટ ગોહર ખાન કહે છે કે આનો મતલબ એ કે શું તમારા લગ્ન થવાના છે ? આ પર મલાઇકા શરમાઇ જાય છે અને જવાબ આપે છે કે જો કોઇ છે તો 100 ટકા કરી લઇશ. ત્યારે ફરાહ કહે છે કે કોઇ છે મતલબ, બહુ છે. ત્યારે મલાઇકા કહે છે કે જો કોઇ મને પૂછે તો હું લગ્ન કરી લઇશ.

ફરાહ પૂછે છે કે કોઇ પણ પૂછે તો કરી લઇશ ? જવાબમાં મલાઇકા બોલે છે કે હા હું કરી લઇશ. હવે મલાઇકાએ ડાયરેક્ટ તો ભલે કંઇ ના કહ્યુ હોય પણ વાતો-વાતોમાં તેણે એલાન કરી દીધુ કે 2024માં તે પણ લગ્ન કરી શકે છે. જોવાનું એ રહેશે કે આ પર હવે અર્જુન કપૂર શું બોલે છે.

જણાવી દઇએ કે, મલાઇકા અરોરા છેલ્લા ઘણા વર્ષોથી અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. બંને તેમના રિલેશનને પહેલા જ ઓફિશિયલ કરી ચૂક્યા છે અને ઘણીવાર સાથે ફરતા અને વેકેશન મનાવતા જોવા મળે છે. ત્યાં મલાઇકાના એક્સ હસબન્ડ અરબાઝ ખાને હાલમાં જ શૂરા ખાન સાથે લગ્ન કર્યા છે, જે સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ છે.

Previous Article

લગ્નના મંડપમાં બેઠા બેઠા ઝોકા ખાતી હતી દુલ્હન, ઉઠાડવા માટે વરરાજા કરી એવી હરકત કે ધડાધડ વાયરલ થઇ ગયો વીડિયો, જુઓ

Next Article

આ ટ્રક ડ્રાઈવર પોતાના રોજિંદા જીવનના વીડિયો કરે છે શેર, યુટ્યુબમાં છે 1 મિલિયન કરતા પણ વધારે સબસ્ક્રાઇબર્સ, જુઓ કેવી છે તેની લાઈફ ?

error: Protected Content!
Exit mobile version