મહાકુંભમાં આવેલ બાબાને યૂટયૂબરે પૂછ્યો એવો સવાલકે ગુસ્સે ભરાયા બાબા, ચીપિયાથી મારી-મારી ભગાડ્યો, વીડિયો થયો વાયરલ

મહાકુંભ 2025: બાબાને યૂટયૂબરે પૂછી લીધો એવો સવાલ કે ચીપિયાથી મારતા મારતા પંડાલમાંથી નીકાળ્યો- વીડિયો થયો વાયરલ

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરી સોમવારના રોજથી ‘મહાકુંભ 2025’નો પ્રારંભ થયો છે. આસ્થા, આધ્યાત્મિકતા અને સંસ્કૃતિનો આ મહાન સંગમ હંમેશા સમગ્ર વિશ્વના લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. આ વખતે પણ લાખો ભક્તો સંગમ કિનારે પવિત્ર ડૂબકી લગાવીને શ્રદ્ધા વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે ઋષિ-મુનિઓનો મેળાવડો મહાકુંભ મેળાને વધુ વિશેષ બનાવી રહ્યો છે.

આ ઉપરાંત મેળાને કવર કરવા માટે પત્રકારો અને યુટ્યુબર્સનો મેળાવડો પણ અહીં જોવા મળી રહ્યો છે. જો કે, તેમની જિજ્ઞાસા ક્યારેક અણધારી ઘટનાઓને જન્મ આપી દેતી હોય છે. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુટ્યુબરના સવાલથી એક બાબા એટલા ગુસ્સે થઈ ગયા કે તેમણે તેને ચીપિયાથી મારી મારી પંડાલમાંથી બહાર કાઢી મૂક્યો…

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુટ્યુબરે બાબને કંઇક એવું પૂછ્યુ કે બાબા ગુસ્સે થઈ ગયા અને ચીપયો ઉપાડ્યો અને યુટ્યુબરને ચીપિયાથી મારી પંડાલમાંથી બહાર કાઢ્યો. સોશિયલ મીડિયા પર લોકો હવે અચાનક ગુસ્સે થયેલા બાબા અને યુટ્યુબરની સ્થિતિને લઈને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

વીડિયોની શરૂઆત નોર્મલ વાતચીતથી થાય છે, જેમ કે કઇ ઉંમરમાં સંન્યાસી બન્યા. કેટલીવાર મહાકુંભમાં આવી ચૂક્યા છો. જો કે બાબા ત્યારે ગુસ્સે થઇ ગયા જ્યારે યૂટયૂબરે તેમને પૂછ્યુ કે- તમે કયુ ભજન કરો છો. આના પર બાબાનું રિએક્શન જોવાલાયક હતુ.

Shah Jina
Exit mobile version