1000 ઇંટ, 5 બોરી સિમેન્ટ અને બનાવી નાખ્યુ દેસી કૂલર, હવા એવી કે મોંઘા મોંઘા AC પણ થઇ જાય ફેલ

દેસી જુગાડ : 1000 ઇંટોથી બનાવ્યુ એવું કૂલર કે મચી ગયો તહેલકો, ACને પણ આપી ટક્કર

આ વર્ષે ગરમી ઘણી વધારે પડી રહી છે, કદાચ છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી વધારે. ચારે તરફ લૂ ચાલી રહી છે અને રાહત મેળવવી પણ મુશ્કેલ બની રહી છે. આવી સ્થિતિમાં પોતાની જાતને ગરમીથી બચાવવાનો શ્રેષ્ઠ માર્ગ એસી છે, પરંતુ દરેક માટે આ શક્ય નથી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ACના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં પણ તે હજુ ઘણા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો, ખાસ કરીને ગામડાઓમાં રહેતા લોકોના બજેટની બહાર છે.

આવા લોકોને પંખાથી જ કામ ચલાવવું પડે છે. જો કે, હાલમાં એક વ્યક્તિએ તેના ટેલેન્ટ દ્વારા ઇંટ અને સિમેન્ટમાંથી પોતાના ઘરનું એસી બનાવી દીધુ. એક વ્યક્તિએ 1,000 ઈંટો અને 5 બોરી સિમેન્ટમાંથી દેસી કૂલર બનાવી દીધુ. એવું કહેવામાં આવે છે કે આ દેસી કૂલર AC જેટલી જ ઠંડક આપે છે.

1000 ઈંટોની મદદથી એક એવું કુલર બનાવી શકાય છે જેની ઉપર પાઇપની જાળ હોય છે, આ કુલર સિમેન્ટનું બનેલું છે, જે પાણીને ગરમ થતું અટકાવે છે. તેમાં 300 લિટરની પાણીની ટાંકી પણ છે, જે એકવાર ભરાઈ જાય તો તેને ત્રણ દિવસ સુધી રિફિલ કરવાની જરૂર નથી રહેતી. વીડિયોના નિર્માતાએ જણાવ્યું કે આ કૂલરમાં ન તો કોઈ ખાસ ઘાસ છે કે ન તો કોઇ હનીકોમ જેવી જાળી.

Previous Article

ધોમધખતા તડકામાં કૂલર ખેંચી જઇ રહ્યો હતો હાથ રિક્ષાવાળો, જોઇને એક છોકરીને આવી દયા અને પછી કર્યુ નેક કામ- જુઓ વીડિયો

Next Article

IND vs PAK : ભારત સામે મળેલી હાર બાદ મેદાનમાં જ રડી પડ્યો પાકિસ્તાની પ્લેયર- વીડિયો થયો વાયરલ

error: Protected Content!
Exit mobile version