જંગલમાં રાખેલો હતો અરીસો, ચિત્તાએ પોતાને એમાં જોઇ જે કર્યુ તે સોશિયલ મીડિયા પર થઇ ગયુ વાયરલ

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

તમે અત્યાર સુધી વાઇલ્ડ લાઇફના ઘણા વીડિયો જોયા હશે, પરંતુ આજે અમે તમને જંગલનો એક એવો વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ, જે ચોક્કસપણે તમે પહેલા ક્યારેય નહીં જોયો હોય. આ વીડિયો જંગલના સૌથી વિકરાળ અને ચપળ પ્રાણીઓમાંના એક ચિત્તાનો છે. જ્યારે ચિત્તાએ પોતાને અરીસામાં જોયો ત્યારે તે ચોંકી ગયો અને તે કાચ પર જ હુમલો કરવા લાગ્યો.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે જંગલમાં એક મોટો અરીસો મૂકવામાં આવ્યો છે, જે એનિમલ ટેસ્ટનો ભાગ છે. એક ચિત્તો અરીસાની નજીકથી પસાર થાય છે અને પછી તેનું ધ્યાન અરીસા તરફ જાય છે. પોતાને અરીસામાં જોઈને તે ચોંકી જાય છે અને પછી ઝાપટ મારવા લાગે છે.

ચિત્તો તેના આગળના બંને પગ ઉંચા કરીને અચાનક હુમલાની સ્થિતિમાં આવી જાય છે. પરંતુ કાચમાં તેનું પોતાનું પ્રતિબિંબ તેને મૂંઝવણમાં મૂકે છે અને તે થોડીક સેકન્ડો માટે ત્યાં જ ઊભો રહી જાય છે. આ વીડિયો ‘Nature is Amazing’ (@AMAZlNGNATURE) દ્વારા ‘X’ (અગાઉ ટ્વિટર) પર શેર કરવામાં આવ્યો છે. આ પેજ અવાર નવાર વાઇલ્ડ લાઇફના વીડિયો શેર કરતું રહે છે.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Shah Jina
Exit mobile version