ફાઇનલ મેચ હારતા જ ડ્રેસિંગ રૂમમાં પહોંચી હૈદરાબાદની માલકિન કાવ્યા મારન, પછી જે થયુ તે…જુઓ વીડિયો

ફાઇનલ હારતા જ રડી પડેલી કાવ્યા મારને ડ્રેસિંગ રૂમમાં જઇ વધાર્યો SRH ના ખેલાડીઓનો હોંસલો- જુઓ વીડિયો

IPL 2024ની ફાઇનલમાં KKR સામે 8 વિકેટે હાર્યા બાદ SRHનું વર્ષ 2024નું ટાઈટલ જીતવાનું સપનું સમાપ્ત થઈ ગયું. ફાઇનલમાં ટીમ માટે બોલર અને બેટ્સમેનો સારૂ પ્રદર્શન કરી શક્યા નહિ. હૈદરાબાદની હાર બાદ ખેલાડીઓ ખૂબ જ નિરાશ દેખાતા હતા. કાવ્યા મારનનો પણ ફાઇનમાં હાર બાદ રડવાનો વીડિયો વાયરલ થયો હતો.

જો કે, કાવ્યાએ સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમના ડ્રેસિંગ રૂમમાં જઈને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ દરમિયાનનો વીડિયો પણ સામે આવ્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદની માલકિન કાવ્યા મારને ડ્રેસિંગ રૂમમાં જઈને કહ્યું કે તમે બધાએ ગૌરવ અપાવ્યું છે. તમે બધાએ આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સિઝનમાં તમે બધાને બતાવ્યું કે T20 ક્રિકેટ કેવી રીતે રમાય છે. દરેક વ્યક્તિ આપણા વિશે વાત કરે છે.

આજનો દિવસ આપણો ખરાબ હતો. તમે બધાએ બોલ અને બેટથી સારું પ્રદર્શન કર્યું, જ્યારે ગત સિઝનમાં આપણે પોઈન્ટ ટેબલમાં તળિયે હતા. તમારી પાસે ક્ષમતા છે. ચાહકો મોટી સંખ્યામાં સ્ટેડિયમ પહોંચ્યા હતા. ભલે KKRએ ખિતાબ જીત્યો હોય. પરંતુ દરેક વ્યક્તિ આપણે જે રીતે ક્રિકેટ રમ્યા તેની વાત કરી રહ્યા છે. આપણે ફાઈનલ રમી છે.

જણાવી દઇએ કે, કેકેઆર સામે ફાઇનલ મેચ હાર્યા બાદ કાવ્યા મારન સ્ટેડિયમમાં કેમેરાથી છૂપાઇને પોતાના આંસુ લૂછતી જોવા મળી હતી. ટીમની હાર બાદ તે ઘણી નિરાશ દેખાતી હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.

Previous Article

હાર્દિકના છૂટાછેડા ફાઈનલ? પત્ની સાથે છૂટાછેડાની ખબરો વચ્ચે ટીમ ઇન્ડિયા સાથે અમેરિકા ના ગયો હાર્દિક પંડ્યા? T20 વર્લ્ડ કપ પહેલા આખરે છે ક્યાં ?

Next Article

લંડનની ગલીઓમાં લૂંગી પહેરી ફરતી જોવા મળી છોકરી, વળી-વળીને જોતા રહ્યા લોકો, જુઓ વીડિયો

error: Protected Content!
Exit mobile version