રણવીર અલ્હાબાદિયાના વિવાદ વચ્ચે કપિલ શર્માનો જૂનો વિવાદિત વીડિયો ચર્ચામાં, માતા પિતા પર કરી હતી અભદ્ર… જુઓ વીડિયો

સમય રૈનાના શો India’s Got Laten ના તાજેતરના એપિસોડમાં, રણવીર અલ્હાબાદિયા એવી ટિપ્પણી કરી કે જેના પછી આખો શો વિવાદમાં આવ્યો. રૈના, રણવીર અલ્હાબાદિયા, આશિષ ચંચલાની અને અપૂર્વા મખિજા પર પણ FIR નોંધાયેલ છે. રણવીરે એક સ્પર્ધકને શોમાં માતાપિતા વિશે એક ગંદો પ્રશ્ન પૂછ્યો, કે જેના પછી વિવાદ વધ્યો છે. હવે કપિલ શર્માનો પણ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે માતાપિતા વિશે જોક કરતા જોવા મળે છે, હવે લોકો એવા પ્રશ્નો ઉભા કરી રહ્યા છે કે જો રણવીર અલ્હાબાદિયા પર કાર્યવાહી થઈ રહી છે, તો કપિલ શર્મા પર કેમ નહીં?

કપિલ શર્માનો આ વીડિયો 2023 માં સોની લાઇવ પરના આગામી શો પર THE KAPIL SHARMA SHOW નો ભાગ છે. ઇન્સ્ટાગ્રામ પર તે શોના એક એપિસોડની ક્લિપ વધુને વધુ વાયરલ થઈ રહી છે. આ ક્લિપમાં કપિલ દેશમાં ક્રિકેટના ક્રેઝ વિશે વાત કરે છે. તે જ સમયે, તેઓ માતાપિતાને લઇને મજાક પણ કરે છે.19 ફેબ્રુઆરી 2023 ના રોજ ટીવી પર ટેલિકાસ્ટ કરેલા એપિસોડમાં, કપિલ કહે છે, “ઘણા તો એટલા શોખીન હોઈ છે, તેઓ મેચ જોવા માટે 2 વાગ્યાથી ઉઠી જાય છે, મેચ શરુ થવાની હોઈ છે 4 વાગ્યે તો પણ તે માં-બાપની કબ્બડી જોઈને સુઈ જાય છે”,કપિલે આમ કહ્યું પછી, અર્ચના પુરાણ સિંહ અને બાકીના પ્રેક્ષકો હસે છે.

જો કે, ઇન્સ્ટાગ્રામ પર આટલી જ ક્લિપ વાયરલ છે. જ્યારે યુટ્યુબ પર તેનો સંપૂર્ણ વીડિયો છે, જેમાં કપિલ તેની મજાક પર સ્પષ્ટ કરે છે અને કહે છે, “તેનો અર્થ એ કે માતાપિતા લડી રહ્યા છે, હૈ ના”લોકોને આ વીડિયો પર બે જૂથોમાં વેચાઈ ગયા છે.

જ્યાં કેટલાક લોકો કપિલને ટ્રોલ કરી રહ્યા છે, ઘણા લોકો કપિલના સમર્થનમાં છે. જે લોકો સમર્થન આપે છે તે કહે છે કે રણવીરે કહ્યું તેમ કપિલ ક્યારેય સીધું-સીધું કૈજ કહ્યું નથી.સમય રૈનાએ વિવાદ વધ્યા પછી યુટ્યૂબ પરથી તમામ વીડિયોઓઝ ડિલીટ કરી નાખ્યા છે. India’s Got Laten એપ્લિકેશનમાંથી પણ તમામ વિડિઓઝ દૂર કરવામાં આવ્યા છે.

Previous Article

સોનાની લાલચમાં આવ્યો જીવનનો અંત, ભૂસ્ખલનને લીધે સોનાની ખાણમાં 48થી વધુના મોત અનેક લાપાતા

Next Article

પરીક્ષા અપાવવા જતા કાકા-ભત્રીજીમાં થયો પ્રેમ ! સુમસામ જગ્યાએ ઝાડીમાં બાંધવા લાગ્યા સંબંધ...અચાનક થયુ એવું કે છોકરી મોતને ભેટી

error: Protected Content!
Exit mobile version