એક ભૂલને કારણે આ મશહૂર એક્ટ્રેસની આંખો થઇ ડેમેજ, દેખાવાનું પણ થયુ બંધ, દર્દમાં પીડાઇ રહી છે અભિનેત્રી- જુઓ

નાના પડદાની ફેમસ એક્ટ્રેસ જૈસ્મિન ભસીન થોડા સમય પહેલા દિલ્હીમાં એક ઈવેન્ટમાં ગઈ હતી. અહીં એક્ટ્રેસ સાથે કંઈક એવું થયું, જેના પછી જોવાનું બંધ થઇ ગયુ. વાસ્તવમાં, તેણે તેની આંખોમાં લેન્સ પહેર્યા હતા અને ખૂબ જ દર્દ બાદ તેની આંખોની રોશની ચાલી ગઇ. બિગ બોસ અને ખતરોં કે ખિલાડી જેવા રિયાલિટી શોમાં દેખાઈ ચૂકેલી જૈસ્મિન ભસીને એક ઈન્ટરવ્યુમાં પોતાનો અનુભવ જણાવ્યો.

તેણે કહ્યું કે તેના કોન્ટેક્ટ લેન્સની સમસ્યાને કારણે તેનો કોર્નિયા ખરાબ થઈ ગયો. તેને આ સમસ્યા 17 જુલાઈથી થવા લાગી હતી. તે સમયે તે એક કાર્યક્રમમાં હાજરી આપવા ગઇ હતી. જૈસ્મિન ભસીને ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “હું 17 જુલાઈએ દિલ્હીમાં એક ઈવેન્ટ માટે ગઇ હતી, જેના માટે હું તૈયાર થઈ રહી હતી. મને ખબર નથી કે મારા લેન્સમાં શું સમસ્યા હતી, પરંતુ તે પહેર્યા પછી મારી આંખોમાં દુખાવો થવા લાગ્યો અને ધીમે-ધીમે દુખાવો વધતો ગયો.”

આંખની તકલીફ હોવા છતાં તે કાર્યક્રમમાં સામેલ થઈ. તે સમયે તે જોઈ પણ શકતી નહોતી. અભિનેત્રીના જણાવ્યા મુજબ, “હું ડૉક્ટર પાસે જવા માંગતી હતી, પરંતુ મારી પાસે કામની પ્રતિબદ્ધતા હતી તેથી મેં પહેલા ઇવેન્ટમાં અને પછી ડૉક્ટર પાસે જવાનું નક્કી કર્યું. મેં ઇવેન્ટમાં સનગ્લાસ પહેર્યા હતા અને ટીમે મને વસ્તુઓ સંભાળવામાં મદદ કરી હતી, કારણ કે એક સમય બાદ હું કંઈ જોઈ શકતી નહોતી.”

જૈસ્મિન ભસીને આગળ કહ્યું, “બાદમાં, અમે એક આંખના નિષ્ણાત પાસે ગયા, જેમણે મને કહ્યું કે મારી કોર્નિયાને નુકસાન થયું છે અને બીજા દિવસે હું મુંબઈ ગઈ અને ત્યાં સારવાર કરાવી. ડૉક્ટરોએ મને કહ્યું કે હું આગામી ચાર-પાંચ દિવસમાં ઠીક થઈ જઈશ, પરંતુ ત્યાં સુધી મારે મારી આંખોની સારી કાળજી લેવી પડશે. દર્દના કારણે હું ઊંઘી પણ નહોતી શકતી.

Previous Article

ડિવોર્સ બાદ દીકરા અગસ્ત્યને પપ્પા હાર્દિકની યાદ ના આવે એટલે આવી રીતે ખુશ રાખી રહી છે નતાશા સ્ટેનકોવિક, વીડિયો થયો વાયરલ

Next Article

કોણ હતી દીપા સાહુ ? ઇન્સ્ટાગ્રામ પર લોકોને ખૂબ હસાવનાર ઇન્ફ્લુએન્સરનું થયુ મોત- છેલ્લી રીલ થઇ રહી છે વાયરલ

error: Protected Content!
Exit mobile version