જાહ્નવી કપૂરે પેપરાજીને બાંધી રાખડી, જેવો જ પેપરાજીએ ખિસ્સામાં નાખ્યો હાથ કે ભાગી એક્ટ્રેસ- ક્યુટ વીડિયો થયો વાયરલ

19મી ઓગસ્ટના રોજ દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવ્યો, આ ખાસ અવસર પર બહેનોએ તેમના ભાઈઓને રાખડી બાંધી અને ભાઈઓ ગિફ્ટ આપી તેમજ બહેનોનું રક્ષણ કરવાનું વચન આપ્યુ. સામાન્ય લોકોની સાથે સાથે સેલેબ્સે પણ આ તહેવારને ખૂબ જ ધામધૂમ અને પ્રેમથી ઉજવ્યો.

ત્યારે આ દરમિયાન બોલિવુડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે બ્લુ-વ્હાઈટ કપડામાં જોવા મળી રહી છે અને એક પેપરાજીને રાખડી બાંધે છે. જ્યારે આ પેપરાજીએ જાહ્નવીને રાખી શગુન આપવા માટે ખિસ્સામાંથી પૈસા કાઢ્યા ત્યારે અભિનેત્રીએ પૂછ્યું, શું તું પાગલ છે ?

આ પછી જાહ્નવી કપૂર ત્યાંથી ઝડપથી ચાલતી જતી રહી. આ વીડિયો વાયરલ થયા બાદ ચાહકો અને નેટિઝન્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Previous Article

જસપ્રીત બુમરાહથી લઇને યુવરાજ સિંહ સુધી...ક્રિકેટરોએ આવી રીતે સેલિબ્રેટ કર્યો રક્ષાબંધનનો તહેવાર

Next Article

'તમાકુ થૂંકો અને પછી વાત કરો' કહીને શ્રેયસ અય્યરે ગરીબોની થેલી ભરી, બજારની વચ્ચે દેખાડી ઉદારતા, ઇન્ટરનેટ પર છવાયો

error: Protected Content!
Exit mobile version