KKR 10 વર્ષ પછી બન્યુ ચેમ્પિયન, ત્રીજીવાર પોતાના નામે કરી ટ્રોફી- જુઓ તસવીરો અને વીડિયોમાં જીતનો જશ્ન

IPL 2024 નો ખિતાબ જીત્યા પછી જશ્નમાં ડૂબી KKR, ખેલાડીઓએ ખૂબ કર્યો ડાંસ

કેક કાપી મોં પર લગાવી, પછી કેપ્ટન ઐય્યરે શૈમ્પેન ઉડાવી…હોટલ પહોંચી આવી રીતે જશ્નમાં ડૂબી KKR

ચેન્નાઈમાં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું. આ જીત સાથે ટીમે આઈપીએલ 2024નો ખિતાબ જીત્યો. KKRના ખિતાબ જીત્યા બાદ ખેલાડીઓએ જોરશોરથી ઉજવણી કરી હતી. ટીમનો કેપ્ટન શ્રેયસ અય્યર ટીમ સાથે સ્ટેજ પર ટ્રોફી સાથે જોવા મળ્યો હતો. આ દરમિયાન ખેલાડીઓના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાતી હતી.

શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાને પણ KKRના સેલિબ્રેશનમાં ભાગ લીધો હતો. હૈદરાબાદ અને કોલકાતા વચ્ચે રમાયેલી ફાઈનલ મેચ જોવા શાહરૂખનો આખો પરિવાર આવ્યો હતો. હૈદરાબાદે ફાઈનલ મેચમાં પ્રથમ બેટિંગ કરતા 113 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ 10.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. કોલકાતાની જીત બાદ ખેલાડીઓએ જોરશોરથી ડાન્સ કર્યો હતો.

ખેલાડીઓની સાથે મેન્ટર ગૌતમ ગંભીર પણ ખૂબ ખુશ દેખાયો હતો. આખી ટીમ ઉજવણીમાં વ્યસ્ત જોવા મળી રહી છે. કોલકાતા નાઈટ રાઈડર્સે ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો જેમાં ટીમ મેચ બાદ હોટલમાં પ્રવેશી રહી છે. સમગ્ર ટીમના સેલિબ્રેશન માટે કેકની વ્યવસ્થા કરવામાં આવી છે.

સમગ્ર આઈપીએલમાં શાનદાર ફોર્મમાં રહેલો સુનીલ નારાયણ કેક કાપવા આગળ આવ્યો હતો. જ્યારે તેણે કેક કાપી ત્યારે કેપ્ટન શ્રેયસ અય્યરે શેમ્પેન ઉડાવવાનું શરૂ કર્યું. આ પછી ખેલાડીઓ એકબીજા પર કેક લગાવવા આમ-તેમ દોડતા જોવા મળ્યા. સુનીલ નારાયણે આ સિઝનમાં કોલકાતા માટે જોરદાર પ્રદર્શન કર્યું હતું.

તેણે 15 મેચમાં 488 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 1 સદી અને 3 અડધી સદી ફટકારી હતી. સુનીલ નારાયણની સાથે ફિલિપ સાલ્ટે પણ સારું પ્રદર્શન કર્યું હતું. તેણે 12 મેચમાં 435 રન બનાવ્યા હતા.

રસપ્રદ વાત એ છે કે KKR ત્રીજી વખત IPLની ચેમ્પિયન બની છે. ટીમે 2012માં પ્રથમ વખત ટાઈટલ જીત્યું હતું અને આ પછી વર્ષ 2014માં બીજીવાર ખિતાબ પોતાના નામે કર્યો હતો. ત્યારે હવે 10 વર્ષ પછી ટીમ 2024માં ફરી એકવાર ચેમ્પિયન બની છે.

Shah Jina
Exit mobile version