ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચમાં છે 70% વરસાદનું અનુમાન, જો વરસાદ આવ્યો તો શું ભારતની ટીમ થઇ જશે બહાર ?

વરસાદના કારણે રદ્દ થઇ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સેમીફાઇનલ મેચ, તો શું છે રિઝર્વ ડેનો નિયમ ? કઈ ટીમને થશે લાભ ? જુઓ

india Final Scenario in T20 World Cup : T20 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 27 જૂને ગયાનામાં રમાશે. મેચમાં એક દિવસ બાકી છે, પરંતુ ગયાનામાં ભારે વરસાદ પડી રહ્યો છે. આના કારણે મેચ સંપૂર્ણ રીતે રમાશે કે કેમ તે અંગે શંકા ઊભી થઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર મેચ દરમિયાન વરસાદની 70% અને તોફાનની સંભાવના 28% છે. ICC એ વરસાદના કિસ્સામાં 250 મિનિટનો એટલે કે 4 કલાકનો વધારાનો સમય રાખ્યો છે. આ પછી પણ જો હવામાન અને પિચ રમવા માટે યોગ્ય ન હોય તો મેચ રદ્દ થઈ શકે છે.

સેમીફાઈનલ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં, જો મેચ રદ થાય છે, તો સુપર-8માં ગ્રુપ-1ની ટેબલ ટોપર ભારત ફાઇનલમાં પહોંચી જશે. આ સિવાય સેમી ફાઈનલ મેચ માટે વધુ એક નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને તે એ છે કે મેચના પરિણામ માટે ઓછામાં ઓછી 10-10 ઓવર રમવી જોઈએ. ગ્રુપ સ્ટેજ અને સુપર-8 સ્ટેજમાં મેચના પરિણામ માટે 5-5 ઓવરની રમત જરૂરી હતી.

ભારતે સુપર-8ના ગ્રુપ-1માં ત્રણેય મેચ જીતી છે અને 6 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. જો મેચ રદ થશે, તો ભારતનો મુકાબલો ફાઇનલમાં અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની સેમી-ફાઇનલ-1ની વિજેતા ટીમ સાથે થશે. ICCએ ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ માટે રિઝર્વ ડે રાખ્યો છે. આ મેચ સવારે 6 વાગ્યાથી રમાશે. જો કે ત્રિનિદાદમાં મેચ દરમિયાન વરસાદની સંભાવના ઘણી ઓછી છે. જો આ મેચ પણ વરસાદના કારણે રદ્દ થશે તો ગ્રુપ-2 ટેબલ ટોપર દક્ષિણ આફ્રિકા ફાઇનલમાં પહોંચી જશે. ફાઇનલ મેચ 29 જૂને રાત્રે 8 કલાકે રમાશે.

 

Niraj Patel
Exit mobile version