વેલેન્ટાઇન્સ ડે પહેલા પત્નીએ આપ્યો દગો તો પતિએ લીધો એવી રીતે બદલો કે…જાણો આખો મામલો

જે પત્નીને ભણાવવા માટે ગિરવી રાખી જમીન, તેણે નોકરી લાગતા જ છોડ્યો…પતિએ આવી રીતે લીધો ‘ઇંતકામ’

15 લાખ અને ડમી કૈંડિડેટ બેસાડી પત્નીને અપાવી સરકારી નોકરી, નોકરી મળતા જ પતિને બેરોજગાર કહી છોડી દીધો…

રાજકુમાર રાવની ફિલ્મનું એક ગીત છે – ઠુકરા કે મેરા પ્યાર, મેરા ઇંતકામ દેખેગી. આ ગીતના બોલ રાજસ્થાનના પતિ-પત્ની પર એકદમ ફિટ બેસે છે. કોટા જિલ્લામાં રહેતા મનીષે તેની પત્ની સપના મીના પર આરોપ લગાવ્યો છે કે સરકારી નોકરી મળ્યા બાદ તેણે તેને છોડી દીધો હતો. તે કહે છે કે તેણે સપનાને ટેકો આપ્યો અને તેના ભણતરનો ખર્ચ ઉઠાવ્યો. જો કે પત્નીથી દગો મળ્યા બાદ તેણે પત્નીનો પર્દાફાશ કર્યો. આ પછી સપનાને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.

સપનાના પતિએ આરોપ લગાવ્યો છે કે તેની જગ્યાએ અન્ય કોઈએ પરીક્ષા આપી હતી. આ મામલાની સત્તાવાળાઓએ આરોપની તપાસ શરૂ કરી છે. કોટાના સોગરિયા રેલવે સ્ટેશન પર પોઈન્ટ્સમેન તરીકે કામ કરતી સપના મીનાને તેના પતિ મનીષ મીનાની ફરિયાદ બાદ સસ્પેન્ડ કરવામાં આવી છે. કોટા ડિવિઝનના વરિષ્ઠ ડિવિઝનલ કમર્શિયલ ઓફિસરે જણાવ્યું હતું કે, “આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. રીપોર્ટ્સ અનુસાર, મનીષે કહ્યું કે તેણે તેની પત્નીના શિક્ષણ માટે ભંડોળ પૂરું પાડ્યું અને તેને રેલવે ભરતી પરીક્ષાની તૈયારીમાં મદદ કરી.”

તેણે આરોપ લગાવ્યો કે ચેતનરામ નામના એક સંબંધીએ 15 લાખ રૂપિયાના બદલામાં પ્રોક્સી ઉમેદવારની વ્યવસ્થા કરી હતી. મનીષે દાવો કર્યો હતો કે તેણે આ માટે જમીન ગીરવે મૂકી હતી અને રેલવે કર્મચારી રાજેન્દ્રએ આ પ્રક્રિયામાં એજન્ટ તરીકે કામ કર્યું હતું. લક્ષ્મી મીના તરીકે ઓળખાતી પ્રોક્સી ઉમેદવારે સપનાની જગ્યાએ પરીક્ષા આપી હતી. મનીષના જણાવ્યા મુજબ સપનાએ તેને નોકરી મળ્યાના છ મહિના પછી છોડી દીધો કારણ કે તે બેરોજગાર વ્યક્તિ સાથે રહી શકતી નહોતી. તેણે આરોપ લગાવ્યો કે જ્યારે તેણે ચેતનરામને આ વિશે પૂછ્યુ તો તેને ફરી દગો આપવામાં આવ્યો અને નોકરી માટે 9 લાખ રૂપિયા માગ્યા જે તેણે આપ્યા, પણ નોકરી ના મળી.

મનીષે બાદમાં પશ્ચિમ મધ્ય રેલવેના સતર્કતા વિભાગ અને કેન્દ્રીય તપાસ બ્યુરોમાં ફરિયાદ દાખલ કરાઇ. અધિકારીઓએ કરૌલી, કોટા અને અલવરમાં છાપેમારી કરી અને મામલા સાથે સંબંધિત દસ્તાવેજ જપ્ત કર્યા. તપાસકર્તાઓને ખબર પડી કે સપનાની ભરતી પ્રક્રિયામાં ફર્જી ફોટો અને ઓળખનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. CBI એ સપના અને કથિત પ્રોક્સી ઉમેદવાર વિરૂદ્ધ મામલો દાખલ કર્યો છે, હાલ તપાસ ચાલુ છે.

Previous Article

મહાકુંભમાં મહામંડલેશ્વર છોટી મા પર હુમલો : ત્રણ શિષ્ય પણ ઘાયલ- કિન્નર અખાડામાં ઘટના બાદ અફરાતફરી

Next Article

‘કેસરી વીર લીજેંડ્સ ઓફ સોમનાથ: મંદિરોની રક્ષા માટે સુનીલ શેટ્ટી-સૂરજ પંચોલીએ ઉઠાવી તલવાર, ટીઝર જોઇ ઇમ્પ્રેસ થયા ચાહકો

error: Protected Content!
Exit mobile version