લાખોની જનમેદની વચ્ચે વડોદરામાં હાર્દિક પંડ્યાની સેલ્ફી લેવા એક યુવકે જીવની પણ ના કરી પરવાહ, ચઢી ગયો ઊંચા ઝાડ પર

હાર્દિક પંડ્યાની સેલ્ફી લેવા માટે એક યુવકે જીવની પણ ના કરી પરવાહ… ચઢી ગયો ઊંચા ઝાડ પર

hardik pandya crazy fan baroda : ભારતીય ક્રિકેટ ટીમે તાજેતરમાં T20 વર્લ્ડ કપ-2024નું ટાઇટલ જીત્યું હતું. આ જીત બાદ ટીમ ઈન્ડિયાનું ભારતમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુંબઈમાં ટીમ ઈન્ડિયાની વિજય પરેડ કાઢવામાં આવી હતી. આ પરેડ દરમિયાન મુંબઈના રસ્તાઓ પર ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે બરોડામાં ફરી એકવાર આવી જ ભીડ જોવા મળી હતી. ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપ જીતના હીરો હાર્દિક પંડ્યા માટે સ્વદેશ પરત ફરવાનો પ્રસંગ હતો.

હાર્દિક પંડ્યાના સ્વાગત માટે ખુલ્લી બસ તૈયાર કરવામાં આવી હતી, જેમાં થોડા સમય પછી કૃણાલ પંડ્યા પણ જોવા મળ્યો હતો. આ દરમિયાન એક ફની ઘટના બની જ્યારે એક ચાહક કેટલાય ફૂટ ઉંચા ઝાડ પર ચડીને હાર્દિકની તસવીર લેવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો. આ ફેન બ્લુ ટી-શર્ટ અને ગ્રે પેન્ટ પહેરેલો જોવા મળ્યો હતો. હાર્દિક પંડ્યાની બસ નજીક આવતી જોઈ કે તરત જ તેણે તસવીર ક્લિક કરવાની પોઝિશન લીધી.

જે ઝાડ પર આ ફેન હતો તેની ઉંચાઈ ઘણી વધારે હતી, તેમ છતાં તે પોતાના જીવની પરવા કર્યા વગર ઝાડ પર ચઢી ગયો હતો. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા મરીન ડ્રાઈવ પર કંઈક આવું જ થયું હતું, જ્યાં સમગ્ર ટીમ ઈન્ડિયાના સ્વાગત માટે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સમયે વિરાટ કોહલી અને અન્ય ભારતીય ક્રિકેટરો તે વ્યક્તિને ઝાડ પર ચડતા જોઈને જોરથી હસવા લાગ્યા હતા.

વર્લ્ડ કપ જીતીને પંડ્યા હવે પોતાના વતન બરોડા પરત ફર્યો છે. આ દરમિયાન બરોડાના રસ્તાઓ પર લોકોનો દરિયો જોવા મળ્યો હતો. પંડ્યાને આવકારવા માટે લગભગ 3.5 લાખ લોકો હાજર રહ્યા હતા. આ દરમિયાન પંડ્યા ખુલ્લી બસમાં સવાર હતા અને તેમના હાથમાં ત્રિરંગો હતો. બરોડાના લોકોએ 5.5 કિલોમીટર સુધી ખુલ્લી બસમાં પંડ્યાનું સ્વાગત કર્યું હતું. પંડ્યાએ તેના ઈન્સ્ટાગ્રામ પર તેનો વીડિયો પોસ્ટ કર્યો છે.

Niraj Patel
Exit mobile version