હાર્દિકની કેપ્ટનશીપ પર રોહિત-બુમરાહે ઉઠાવ્યા સવાલ ? પ્લેઓફની રેસમાંથી MIના બહાર થયા બાદ મચી બબાલ

હાર્દિક પંડ્યાની છુટ્ટી નક્કી ! રોહિત-બુમરાહે કેપ્ટનશીપ પર ઉઠાવ્યા સવાલ, હાર બાદ મુંબઇ ઇન્ડિયન્સમાં બવાલ

5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ બુધવારે ઓફિશિયલી IPL 2024 પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ. આ સિઝનમાં ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું. IPL 2024માં હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો હતો જો કે તેણે સપનામાં વિચાર્યું નહિ હોય કે તેનું કમબેક આટલું ખરાબ રહેશે. હાર્દિક કે જેણે તેની કેપ્ટનશીપ હેઠળ ડેબ્યૂ સિઝનમાં ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવ્યું હતું, અને બીજી સિઝનમાં ફાઇનલ સુધી પહોંચાડ્યુ તેની મુંબઇ ઇન્ડિયન્સ ટીમમાં વાપસી પર ચાહકોએ ખુશી વ્યક્ત કરી હતી.

પરંતુ જ્યારે ફ્રેન્ચાઇઝી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે રોહિત શર્મા હવે ટીમનો કેપ્ટન નહીં રહે અને હાર્દિક પંડ્યા કમાન સંભાળશે ત્યારથી હાર્દિક દરેકના નિશાના પર છે. ત્યારે હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સ આ સિઝનમાં પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ. એવું કહેવાઇ રહ્યુ છે કે ટીમના સિનિયર ખેલાડીઓએ તેની કામ કરવાની રીત પર સવાલ ઉઠાવ્યા છે. આવી સ્થિતિમાં તેની કેપ્ટનશિપ પર તલવાર લટકી રહી છે.

 

ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મુંબઈ ઈન્ડિયન્સના ઘણા સિનિયર ખેલાડીઓએ હાર્દિકની કેપ્ટનશિપ પર સવાલ ઉઠાવ્યા છે. રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ અને સૂર્યકુમાર યાદવ મેચ બાદ કોચિંગ સ્ટાફને મળ્યા હતા. આ પછી સિનિયર ખેલાડીઓએ આ સિઝનમાં ટીમના ખરાબ પ્રદર્શનના કારણો ગણાવ્યા. આમાંનું એક હતુ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ. રિપોર્ટ અનુસાર આ પછી ટીમ મેનેજમેન્ટે દરેક સિનિયર ખેલાડી સાથે ટીમના પ્રદર્શનને લઈને અલગ-અલગ વાત કરી.

 

આખી સિઝન દરમિયાન હાર્દિકની કેપ્ટન્સી નબળી રહી. ઘણી વખત તેણે જસપ્રિત બુમરાહ જેવા બોલરને બોલિંગ ના આપી અને બેટિંગ ઓર્ડરમાં પણ ફેરફાર કર્યા, જે ટીમની હારનું કારણ બન્યા. આટલું જ નહીં દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં હાર બાદ હાર્દિકે ટીમના ટોપ સ્કોરર તિલક વર્માને સીધો જવાબદાર ગણાવ્યો હતો. હાર્દિકે કહ્યું હતું કે તિલકમાં રમત પ્રત્યે જાગૃતિનો અભાવ હતો. તેનું આ નિવેદન ટીમના સિનિયર ખેલાડીઓને સારું ન લાગ્યું.

 

IPL 2024ના અંત પછી ટીમના પ્રદર્શનની સમીક્ષા કરવામાં આવશે અને જો જરૂર પડશે તો ફ્રેન્ચાઈઝી ભવિષ્યમાં મોટો નિર્ણય લઈ શકે છે. આ નિર્ણયથી કેપ્ટનશિપમાં પણ ફેરફાર થઈ શકે છે, આગામી વર્ષે આઈપીએલ પહેલા મેગા ઓક્શન થશે. આવી સ્થિતિમાં, ફ્રેન્ચાઇઝી પાસે નવી ટીમ તૈયાર કરવાની અને તે સંદર્ભમાં કેપ્ટન પસંદ કરવાની તક હશે અને શક્ય છે કે ટીમની કપ્તાની જસપ્રિત બુમરાહ અથવા સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓને સોંપવામાં આવે.

Previous Article

રબાડાના પોડકાસ્ટમાં થઇ વિરાટ કોહલીની એન્ટ્રી, ડાંસ કરતા પહોંચ્યો કિંગ- વાયરલ થઇ ગયો વીડિયો

Next Article

ગોંડલની આન, બાન અને શાન દર્શાવતું ગોંડલ સ્ટેટનું રાજગીત, "ગોંડલિયું ગોકુળ" થયું રિલીઝ, ગીતાબા ઝાલાના અવાજે ચાર ચાંદ પૂર્યા, જુઓ

error: Protected Content!
Exit mobile version