જ્યોતિષશાસ્ત્રમાં ગુરુ ગ્રહને જ્ઞાન અને ભાગ્યનો કારક માનવામાં આવે છે. આ વર્ષે 18 જૂન 2026 ના રોજ રાત્રે 09:32 વાગ્યે ગુરુ ગ્રહ શનિના નક્ષત્ર ‘પુષ્ય’ માં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. ગુરુનું આ નક્ષત્ર પરિવર્તન 19 ઓગસ્ટ 2026 સુધી રહેશે. આ સમયગાળો 4 રાશિના જાતકો માટે અત્યંત ભાગ્યશાળી સાબિત થઈ શકે છે, જેનાથી તેમના જીવનમાં મોટા બદલાવ આવશે અને અટકેલા કાર્યો પૂર્ણ થશે.
ચાલો જાણીએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ:
1. કર્ક રાશિ: આર્થિક લાભ અને પદમાં વધારો કર્ક રાશિના જાતકો માટે ગુરુનું આ ગોચર ખૂબ જ શુભ રહેવાનું છે.
-
તમને આર્થિક લાભ થવાની પ્રબળ શક્યતા છે.
-
નવું વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે.
-
નોકરીમાં પ્રમોશન અને પગાર વધારો મળી શકે છે.
-
પારિવારિક સંબંધો વધુ ગાઢ બનશે અને સમાજમાં માન-સન્માન વધશે.
2. કન્યા રાશિ: કરિયરમાં નવી દિશા કન્યા રાશિના જાતકો માટે ગુરુ શુભ પરિણામો લઈને આવશે.
-
કાર્યક્ષેત્રમાં તમારું સન્માન વધશે.
-
પરિવારમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિનું આગમન થશે.
-
નવું કાર્ય શરૂ કરવા માટે આ સમય શ્રેષ્ઠ સાબિત થશે.
-
કરિયરમાં પ્રગતિ માટે નવી દિશાઓ ખુલશે.
3. ધનુ રાશિ: પ્રગતિ અને સકારાત્મકતા ધનુ રાશિના લોકો માટે આ ગોચર પ્રગતિના નવા દ્વાર ખોલશે.
-
વેપારમાં મોટા નિર્ણયો લેવા માટે સમય સાનુકૂળ છે.
-
કોઈ વગદાર વ્યક્તિ સાથે મુલાકાત થવાથી ફાયદો થઈ શકે છે.
-
સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળવાની શક્યતા છે.
-
મનમાં સકારાત્મક વિચારો આવશે અને ધન લાભ થશે.
4. મીન રાશિ: આત્મવિશ્વાસ અને સફળતા મીન રાશિના જાતકોને આ સમયગાળામાં વિશેષ લાભ મળશે.
-
વેપારમાં કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે.
-
જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને સારા સમાચાર મળશે.
-
કલાના ક્ષેત્રમાં તમારું નામ અને પ્રતિષ્ઠા વધશે.
-
નિર્ણય લેવા માટે આત્મવિશ્વાસ વધશે અને સ્વાસ્થ્યમાં સુધારો થશે.
ગુરુનું આ ગોચર આ રાશિના જાતકો માટે કરિયર અને ધન બાબતે નવી સંભાવનાઓ લઈને આવશે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)
