બાંગ્લાદેશ સામેની મેચમાં ગુલબદીને ફેક ઇન્જરીની એક્ટિંગ તો કરી લીધી, પરંતુ ICCની તેના માટેની સજા સાંભળીને હેરાન રહી જશો

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

શું ફેક ઇન્જરી મારી ગુલબદીન વિરિદ્ધ ICC કરશે કાર્યવાહી ? ICCમાં આકરી સજાની છે જોગવાઈ, જાણો શું છે નિયમ ?

Gulbadin Naib Muscle Cramps : 24 જૂને અફઘાનિસ્તાને ICC T20 વર્લ્ડ કપ 2024ની સુપર 8ની તેમની છેલ્લી મેચમાં DLS પદ્ધતિ દ્વારા બાંગ્લાદેશને 8 રનથી હરાવ્યું. આ સાથે તે સેમીફાઈનલ માટે પણ ક્વોલિફાઈ થઈ ગઈ. જો કે બંને ટીમો વચ્ચે ક્લોઝ મેચ જોવા મળી હતી. જોકે આ મેચમાં ઘણું બધું થયું. ખાસ કરીને અફઘાનિસ્તાનનો ઓલરાઉન્ડર ગુલબદ્દીન નાયબ આ મેચમાં ઘણો ચર્ચામાં રહ્યો હતો. વાસ્તવમાં, તે તેની ફેક ઇજાને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે.

અફઘાનિસ્તાન તરફથી બાંગ્લાદેશની ઇનિંગ્સની 12મી ઓવર રાશિદ ખાન ફેંકી રહ્યો હતો. તેની ઓવરના ચોથા બોલ બાદ સ્લિપમાં ઊભેલા ગુલબદ્દીન નાયબને અચાનક ઈજા થઈ હતી. તે તેના હેમસ્ટ્રિંગમાં દુખાવાની ફરિયાદ કરી રહ્યો હતો. આ પછી મેચ ફરી શરૂ થવામાં થોડો સમય લાગ્યો. જો કે, નોંધનીય છે કે આ ઘટના બની તે પહેલા અફઘાનિસ્તાનના કોચ જોનાથન થ્રોટે તેના ખેલાડીઓને થોડું ધીમા રમવા માટે કહ્યું હતું. આ મેચમાં વરસાદના કારણે ઘણી વિક્ષેપ સર્જાયો હતો.

તમને જણાવી દઈએ કે જ્યારે નાયબ ઈજાગ્રસ્ત થયો ત્યારે અફઘાનિસ્તાન DLS પદ્ધતિને કારણે 2 રનથી આગળ હતું અને તે સમયે વરસાદ શરૂ થઈ ગયો હતો. જોકે આ સમગ્ર ઘટના બાદ ગુલબદ્દીન નાયબ પોતાની ટીમ માટે બોલિંગ કરવા આવ્યો હતો અને વિકેટ પણ લીધી હતી. આ સિવાય, મેચ સમાપ્ત થયા પછી, ગુલબદિન એકદમ ફિટ દેખાઈ રહ્યો હતો અને તે ટીમના સેલિબ્રેશનમાં પણ સંપૂર્ણ રીતે ભાગ લઈ રહ્યો હતો અને યોગ્ય રીતે દોડી રહ્યો હતો.

આ પછી નાયબની ઈજાને લઈને ઘણો હોબાળો થયો હતો અને અનેક સવાલો પણ ઉભા થયા હતા. જોકે, આ સમગ્ર મામલે ICC અફઘાનિસ્તાનને કેવી રીતે સજા આપી શકે? ચાલો તમને જણાવીએ. ICCના નિયમો અનુસાર, બેટિંગ અથવા બોલિંગ ટીમ દ્વારા જાણીજોઈને સમય બગાડવો એ સજાપાત્ર ગુનો છે. આ કારણે ટીમને ધીમી ગતિએ સજા કરવામાં આવે છે. પરિણામ એ છે કે ODI અને T20 માં, ફિલ્ડિંગ ટીમે છેલ્લી ઓવરમાં 30 યાર્ડની અંદર એક વધારાનો ખેલાડી રાખવો પડે છે.

જો આ મામલે એમ્પ્યાર દ્વારા ગુલબદીન સામે ફરિયાદ કરવામાં આવી હોત અને જો તે દોષિત ઠરશે તો તેને મેચ ફીના 100 ટકા દંડ તેમજ ડિમેરિટ પોઈન્ટ્સ પણ મળી શકે છે. નિયમો અનુસાર, જો કોઈ ખેલાડીને 24 મહિનાની અંદર ચાર ડિમેરિટ પોઈન્ટ મળે છે, તો તેના પર એક ટેસ્ટ અથવા બે ODI અથવા બે T20I મેચો પર પ્રતિબંધ લગાવી શકાય છે.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Niraj Patel
Exit mobile version