આ લારીવાળો વિદેશી ભૂરાને 100 રૂપિયામાં એક કેળુ પધરાવતો હતો, વિદેશીએ બનાવ્યો વીડિયો મચી ગઈ બબાલ, જુઓ
આ સમયે દિલ્હી-એનસીઆરમાં રહેતા લોકો ₹70-80 માં 12 કેળા ખરીદતા હશે… જો કે, જ્યારે વિદેશીને એક કેળા માટે 100 રૂપિયા ચૂકવવાનું કહેવામાં આવ્યું, ત્યારે તેણે આશ્ચર્ય વ્યક્ત કર્યું. વિદેશી વ્યક્તિએ વિક્રેતા પ્રત્યે એવી પ્રતિક્રિયા આપી કે જાણે તે તેને વિદેશી સમજીને છેતરપિંડી કરી રહ્યો હોય. તેણે એક વીડિયો પણ બનાવ્યો. હૈદરાબાદમાં રસ્તા પર ચાલતી વખતે આ વિદેશીને એક શેરી વિક્રેતા મળ્યો.
સોશિયલ મીડિયા પર વીડિયો આવતાની સાથે જ લોકોએ વિદેશી પર પ્રહારો કર્યા. ઘણા લોકોએ લખ્યું કે જ્યારે આવા વિદેશીઓ 5 સ્ટાર કે 7 સ્ટાર હોટેલમાં બે કેળા માટે 200 રૂપિયા ચૂકવે છે, તો શું આવો પ્રશ્ન પૂછે છે ? એક મિનિટના વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે વિદેશી, રસ્તા પર સામેથી આવતા એક લારી વાળાને આવતા જોઇ કહે છે- નમસ્કાર, હેલો… કેળા વેચનાર પણ હાથ ઉંચો કરીને અભિવાદન સ્વીકારે છે.
વિદેશીએ તૂટી ફૂટી હિન્દીમાં પૂછ્યું: એક કેળાની કિંમત કેટલી છે ? કેળા વેચનારએ કહ્યું- 100 રૂપિયામાં 1 કેળું. વિદેશી આશ્ચર્ય વ્યક્ત કરે છે અને ફરીથી પૂછે છે. લારીવાળો એ જ જવાબ ફરીથી આપે છે. ત્રીજી વાર પૂછ્યા પછી, ગોરાએ કહ્યું, શું આ વિદેશીઓ માટેની કિંમત છે ? ખબર નહિ કે વિક્રેતા અંગ્રેજી સમજતો હતો કે નહીં, પણ તેણે હા પાડી. વધુ સ્પષ્ટતા માટે, વિદેશી યુટ્યુબર ગાડીની નજીક જાય છે અને એક કેળું ઉપાડે છે અને તેને કહે છે કે હા ભાઈ એક કેળાની કિંમત 100 રૂપિયા છે.
હવે વિદેશીએ કહ્યું કે હું તમારું કેળું નહીં ખરીદીશ. હું 100 રૂપિયા નહીં આપું. આટલું કહીને, તે કેમેરા બીજી તરફ ફેરવે છે અને આગળ વધે છે. આગળ તે કહે છે કે આ ક્રેઝી રટ છે. તે આગળ કહે છે કે યુકેમાં તમે 1 પાઉન્ડમાં 8 કેળા ખરીદી શકો છો. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે લખ્યું કે કદાચ દુકાનદારે ‘ગોરા સર્વિસ ટેક્સ’ લાદ્યો છે.
हैदराबाद: टूरिस्ट को 100 रुपये में 1 केला बेच रहा ठेले वाला.. Video हुआ वायरल
स्कॉटलैंड के मशहूर टूरिस्ट और कंटेंट क्रिएटर ह्यूग ने शेयर किया वीडियो#Hyderabad #Scotland #viralvideo pic.twitter.com/WJlRQfUNXi— Khushbu_journo (@Khushi75758998) January 19, 2025
