આજના સમયમાં શેરીઓથી લઈને સોશિયલ મીડિયા પર સ્ટંટ કરનારા લોકોની કોઈ કમી નથી. ત્યારે હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં એક હટ્ટા-કટ્ટા માણસને લોખંડના નાના સર્કલમાંથી આરામથી બહાર આવતો જોઈ શકાય છે. તેના સ્ટંટને જોવા માટે ત્યાં મોટી ભીડ પણ એકઠી થયેલી વીડિયોમાં જોઇ શકાય છે.
આ વીડિયો એટલો વાયરલ થઇ રહ્યો છે કે તેને 5 કરોડથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે પહેલા તો તે માણસ કાળજીપૂર્વક તેના બે સાથીદારોના હાથમાં લોખંડનું નાનુ સર્કલ પકડાવે છે અને પછી તે પોતાને આ સ્ટંટ માટે તૈયાર કરે છે. તે તેની આંખોને કાળી કેપથી ઢાંકી સીધો રિંગ તરફ દોડે છે અને આખા શરીરને સરળતાથી તેેમાંથી પસાર કરી દે છે.
આ જોઈને ત્યાં ઊભેલા લોકો પણ આશ્ચર્યમાં મૂકાઇ જાય છે. @oocbrazill પર આ ક્લિપ પોસ્ટ કરી ક્લિપ પર ટિપ્પણી કરતા એક યુઝરે લખ્યું – મને સમજાતું નથી કે આ કેવી રીતે થઈ શકે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે હું આ જોઈને આશ્ચર્યચકિત છું… ખરેખર આ કેવી રીતે શક્ય છે. ત્રીજા વપરાશકર્તાએ કહ્યું કે આ વાસ્તવિક જાદુ છે!
how is it possible? pic.twitter.com/oNjw1nUIkP
— out of context brazil 🇧🇷 (@oocbrazill) August 1, 2024
