700 છોકરીઓ સાથે મિત્રતા અને પ્રાઇવેટ ફોટોઝ…વિદેશી મોડલ બની ફસાવતો આ છોકરો- હેરાન કરી દેશે આ કહાની

દિલ્હીના છોકરાએ વિદેશી મોડલ બની 700 છોકરીઓને ફસાવી, ડેટિંગ એપ પર કરતો મિત્રતા, હેરાન કરનારી કહાની

દિલ્હી પોલીસે એક 23 વર્ષીય સાઇબર ક્રિમિનલની ધરપકડ કરી છે, જેણે ઓનલાઈન મિત્રતા દ્વારા ઘણી છોકરીઓ અને મહિલાઓને બ્લેકમેલ કરીને તેમની પાસેથી પૈસા પડાવ્યા. પોલીસનું કહેવું છે કે આરોપીએ વર્ચ્યુઅલ ઈન્ટરનેશનલ મોબાઈલ નંબર મેળવ્યો હતો, જેનો ઉપયોગ કરીને તેણે બમ્બલ, સ્નેપચેટ અને અન્ય એપ્સ પર નકલી પ્રોફાઈલ બનાવી હતી. તેણે પોતાને યુએસ સ્થિત ફ્રીલાન્સ મોડલ ગણાવ્યો. પોલીસના જણાવ્યા અનુસાર, આ બ્લેકમેલરનું નિશાન 18 થી 30 વર્ષની વયની છોકરીઓ અને મહિલાઓ હતી.

યુવતીઓ અને મહિલાઓને આકર્ષવા માટે આરોપીએ બ્રાઝિલિયન મોડલનો ફોટો તેની પ્રોફાઇલ પર લગાવ્યો હતો. જ્યારે તે મહિલાઓ સાથે વાત કરતો ત્યારે તે તેમને કહેતો કે તે એક પ્રોજેક્ટ પર ભારત આવ્યો છે, ત્યારબાદ આરોપી યુવતીઓ સાથે ગાઢ મિત્રતા બાંધવાનો પ્રયાસ કરતો અને તેમને વાતચીતની લાલચ આપીને ખાનગી ફોટોગ્રાફ્સ માંગતો. જો કોઈ યુવતી કે મહિલા આ છેતરપિંડી કરનારની જાળમાં ફસાઈ જાય અને તેની સાથે પ્રાઇવેટ તસવીરો શેર કરે તો તે તસવીરો વાયરલ કરવાની ધમકી આપી આરોપી પૈસા પડાવવાનું શરૂ કરી દેતો હતો.

આ મામલાની ફરિયાદ 13 ડિસેમ્બર 2024ના રોજ પશ્ચિમી જિલ્લાના સાયબર પોલીસ સ્ટેશનમાં મળી હતી. ફરિયાદી પીડિતા દિલ્હી યુનિવર્સિટીની બીજા વર્ષની વિદ્યાર્થીની હતી. તેણે ફરિયાદમાં જણાવ્યું હતું કે તે એક ઓનલાઈન ડેટિંગ પ્લેટફોર્મ પર એક વ્યક્તિને મળી હતી, જેણે પોતાની ઓળખ યુએસ સ્થિત ફ્રીલાન્સ મોડલ તરીકે આપી હતી. ધીરે ધીરે તે મિત્ર બની ગયો અને ચેટીંગ શરૂ થઈ. વિદ્યાર્થિનીને આરોપી પર બિલકુલ શંકા નહોતી અને તેણે તેના અંગત ફોટા અને વીડિયો વોટ્સએપ દ્વારા શેર કર્યા. (નીચેની તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

પીડિતાએ આરોપીને મળવાનું કહ્યું, પરંતુ તેણે બહાનું કાઢીને ના પાડી. આ પછી વિદ્યાર્થિનીના ત્યારે હોંશ ઉડી ગયા જ્યારે અચાનક તેના મોબાઈલ પર પોતાનો જ એક વાંધાજનક વિડિયો આવ્યો અને તે મોકલનાર અન્ય કોઈ નહીં પણ તે જ વ્યક્તિ હતો જેને તે મોડલ માનતી હતી. આરોપીએ વિડિયો મોકલીને વિદ્યાર્થિનીને કહ્યું કે કાં તો તેને પૈસા આપ નહીંતર તે વીડિયો વાયરલ કરી દેશે. વિદ્યાર્થીની તેનો વાંધાજનક વીડિયો જોઈને ડરી ગઈ અને તેણે બને તેટલા પૈસા મોકલ્યા. આ પછી પણ આરોપી વધુ પૈસા માટે દબાણ કરતો રહ્યો.

આ પછી પરેશાન વિદ્યાર્થીએ તેના પરિવારના સભ્યોને આખી વાત કહી. આ પછી પરિવારજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આ મામલાની ફરિયાદ કરી. પોલીસે એફઆઈઆર નોંધ્યા બાદ આરોપીને પકડવા માટે એક ટીમ બનાવી અને તપાસ શરૂ કરી. ટેકનિકલ પુરાવાના આધારે ટીમે આરોપીની ઓળખ તુષાર બિષ્ટ તરીકે કરી હતી. તુષાર 23 વર્ષનો છે, તે પૂર્વ દિલ્હીના સ્કૂલ બ્લોકમાં રહેતો હતો. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. 23 વર્ષનો તુષાર નોઈડામાં એક કંપનીમાં કામ કરતો હતો. તે તેના માતા-પિતા અને બહેન સાથે સ્કૂલ બ્લોકમાં રહેતો હતો.

પોલીસે તેની પાસેથી તે મોબાઈલ કબજે કર્યો હતો જેમાં તે તમામ નકલી આઈડીનો ઉપયોગ કરતો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરતાં તેની પાસે છેલ્લા બે વર્ષથી વર્ચ્યુઅલ ઈન્ટરનેશનલ મોબાઈલ નંબર હોવાનું બહાર આવ્યું હતું, જે તેણે એક એપ્લિકેશન પરથી મેળવ્યા હતા. તે યુએસ સ્થિત ફ્રીલાન્સ મોડલ તરીકે પોતાનો પરિચય આપતો હતો. તેણે પોતાના પ્રોફાઈલ પિક્ચર તરીકે બ્રાઝિલિયન મોડલના ફોટોનો ઉપયોગ કર્યો હતો અને તેને વાસ્તવિક દેખાડવા માટે તેના ફોટા અને કહાની નકલી આઈડી પર પોસ્ટ કરી હતી.

તે 18 થી 30 વર્ષની વયની છોકરીઓને નિશાન બનાતો અને તેમની સાથે દોસ્તી કર્યા બાદ તે તેમની સાથે ચેટ કરતો. શરૂઆતમાં તો તે ફક્ત ચેટ કરતો, બાદમાં પ્રાઇવેટ તસવીરો-વીડિયો લઇ તેને શેર કરી બ્લેકમેલ કરતો. પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે અત્યાર સુધી તેણે સેંકડો યુવતીઓ સાથે વાત કરી છે, જેના ફોટા અને વીડિયો તેના ફોનમાં છે. તેણે એ પણ ખુલાસો કર્યો હતો કે તેણે ઘણી છોકરીઓને તેમના ખાનગી ફોટા અને વીડિયો મોકલીને બ્લેકમેલ કરીને પૈસા લીધા હતા.

પોલીસે તેના કબજામાંથી પીડિતાનો આપત્તિજનક ડેટા અને એપ-આધારિત વર્ચુઅલ ઇન્ટરનેશનલ મોબાઇલ નંબર વાળો મોબાઇલ તેમજ અલગઅલગ બેંકોના 13 ક્રેડિટ કાર્ડ્સ કબજે કર્યા છે. આરોપીના મોહબાઇલથી દિલ્લી અને આસપાસના વિસ્તારોમાં અલગ અલગ છોકરીઓ સાથે 60 થી વધુ વોટ્સએપ ચેટિંગ રેકોર્ડ જપ્ત કરાયા છે. વિદ્યાર્થીની ઉપરાંત તેણે 4 અન્ય મહિલાઓ સાથે પણ ચેટિંગથી પૈસા વસૂલ્યા છે.

Previous Article

દિગજ્જ ફિલ્મ સેલિબ્રિટી સાથે થયો એક ભયંકર હદસો, રેસની પ્રેક્ટિસ સમયે કાર અથડાઈ બેરિયર સાથે, પલ્ટી ગઈ 7થી8 વાર

Next Article

પિતાની જેમ ના પકડ્યુ બેટ, કોર્પોરેટમાં લાખો કમાય છે સૌરવ ગાંગુલીની લાડલી- જાણો કેટલી છે નેટવર્થ

error: Protected Content!
Exit mobile version