દિનેશ કાર્તિકે આ બાજુ IPLમાંથી લીધો સંન્યાસ, તો બીજી બાજુ T20 વર્લ્ડ કપમાં મળી એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ICCએ કર્યુ કમેન્ટ્રી પેનલનું એલાન, દિનેશ કાર્તિકની પણ એન્ટ્રી
ICC T20 વર્લ્ડ કપ 2024 શરૂ થવામાં વધુ સમય બાકી નથી. આગામી વર્લ્ડ કપ 1 જૂનથી 29 જૂન દરમિયાન યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે. ICC (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) પણ T20 વર્લ્ડ કપની સંપૂર્ણ તૈયારીઓમાં વ્યસ્ત છે. હવે ICCએ T20 વર્લ્ડ કપ માટે કોમેન્ટ્રી પેનલની જાહેરાત કરી છે, સ્ટાર વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકને પણ 40 સભ્યોની કોમેન્ટ્રી પેનલમાં સ્થાન મળ્યું છે.
કાર્તિકે વર્તમાન IPL સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નું પ્રતિનિધિત્વ કર્યું હતું. દિનેશ કાર્તિક વિશે એવા સમાચાર આવી રહ્યા છે કે હવે તે IPLની આગામી સિઝનમાં ભાગ નહીં લે. રાજસ્થાન રોયલ્સ સામેની મેચ બાદ 38 વર્ષિય દિનેશ કાર્તિકને વિરાટ કોહલી અને આરસીબીના ખેલાડીઓએ અભિનંદન પાઠવ્યા હતા. જો કે, કાર્તિકે IPLમાંથી નિવૃત્તિ અંગે કોઈ ઔપચારિક જાહેરાત કરી નથી.
T20 વર્લ્ડ કપની 9મી આવૃત્તિ અમેરિકા અને કેનેડા વચ્ચેની મેચ સાથે શરૂ થશે. ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમશે. આ વર્લ્ડ કપ પહેલા ICCએ T20 વર્લ્ડ કપ માટે કોમેન્ટેટર્સની યાદી જાહેર કરી છે. ICCએ આ યાદીમાં દિનેશ કાર્તિક, સ્ટીવ સ્મિથ, એરોન ફિંચ જેવા ખેલાડીઓને તક આપી છે.
વર્લ્ડ કપ માટે કોમેન્ટેટર્સની યાદી (અંગ્રેજી): રવિ શાસ્ત્રી, નાસિર હુસૈન, ઈયાન સ્મિથ, મેલ જોન્સ, હર્ષા ભોગલે અને ઈયાન બિશપ, ડેલ સ્ટેન, ગ્રીમ સ્મિથ, માઈકલ એથરટન, વકાર યુનિસ, સિમોન ડોલ, શોન પોલક, સ્ટીવ સ્મિથ, ડેલ સ્ટેન, એરોન ફિંચ, દિનેશ કાર્તિક, રિકી પોન્ટિંગ, સુનીલ ગાવસ્કર, મેથ્યુ હેડન, રમીઝ રાજા, ઈયોન મોર્ગન, ટોમ મૂડી અને વસીમ અકરમ.
All-star commentary panel 🎙
Some of the biggest names in cricket and broadcasting gather for the ICC Men’s #T20WorldCup 2024 🤩https://t.co/S0a5rU5jfW
— ICC (@ICC) May 24, 2024
