નાની ઉંમરે ઉઠાવી લીધી પરિવારની જવાબદારીઓ ! દિવસે રબર બૈંડ વેચી કમાણી અને રાત્રે ફૂટપાથ પર અભ્યાસ- વીડિયો જોઇ નમ થઇ જશે આંખો

ફૂટપાથ પર અભ્યાસ, પછી પરિવાર માટે કમાણી…બાળકની કહાની સાંભળી ભરી આવી લોકોની આંખો- જુઓ વીડિયો

હેર બૈંડ વેચતો બાળક ફુટપાથ પર કરી રહ્યો હતો અભ્યાસ, ઘર ચલાવવા માટે કરી રહ્યો છે કડી મહેનત- વીડિયો જોઇ દિલ ભરાઇ આવશે

સોશિયલ મીડિયા પર એક નાના બાળકનો વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે ફૂટપાથ પર અભ્યાસ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો દિલ્હીનો હોવાનું કહેવાય છે, જે લોકોના દિલને સ્પર્શી રહ્યો છે. દિલ્હીના ફોટોગ્રાફર હેરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ વીડિયો 16 ફેબ્રુઆરીએ શેર કર્યો હતો. અત્યાર સુધીમાં આ વીડિયોને 10 મિલિયનથી વધુ વ્યુઝ મળ્યા છે.

આ વીડિયોમાં દેખાતો બાળક તેનું નામ પવન જણાવે છે. તે હેરી સાથે વાત કરે છે. તે કહે છે કે તે ધોરણ 6માં અભ્યાસ કરે છે. પરિવારનું ભરણપોષણ કરવા કમલા નગરના બજારમાં રબર બેન્ડ વેચે છે. જ્યારે બાળકને તેના માતા-પિતા વિશે પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે તેના પિતા કોલકાતામાં રહે છે અને તેની માતા ઘરે છે. જ્યારે હેરીએ તેને પૂછ્યું કે તે ઘરે કેમ ભણતો નથી, ફૂટપાથ પર કેમ ભણે છે ? તો જવાબમાં તેણે કહ્યુ- મને ઘરે સમય નથી મળતો.

પવનનો તેના પરિવાર પ્રત્યેનો આવો ટેકો જોઈને લોકો ભાવુક થઈ રહ્યા છે. હેરીએ પવનના વીડિયો સાથે તેની સ્ટોરી પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. પોસ્ટના કેપ્શનમાં હેરીએ લખ્યું, ‘આ નાના બાળકને કમલા નગર માર્કેટ પાસે ફૂટપાથ પર ભણતો જોયો અને પૂછવા પર તેણે મને કહ્યું કે તે તેના પરિવારને સપોર્ટ કરે છે, જ્યારે તેના પિતા કોલકાતામાં રહે છે. મને તેનું સમર્પણ ગમ્યું અને કેટલીક તસવીરો લીધી.’

વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે કહ્યું, ‘આ જોયા પછી હું ખૂબ જ કમજોર મહેસૂસ કરી રહ્યો છું, તે પોતાનો અભ્યાસ કરી રહ્યો છે અને તેના પ્રત્યે મક્કમ છે. હું નસીબદાર હતો કે મારા માતા-પિતાએ બધું જ કર્યું, ગરીબ હોવા છતાં મારી પાસે ભણવા માટે દીવા સાથેનું ઘર હતું, પણ મારે કમાવા માટે ક્યારેય કંઈ વેચવું પડ્યું નથી.’ અન્ય એક યુઝરે બાળક માટે કહ્યું, ‘તું ઈતિહાસ રચવા જઈ રહ્યો છે, લિટલ ચેમ્પિયન, આગળ વધતા રહો.’ ઘણા લોકોએ પવન અને તેના પરિવારને મદદની ઓફર પણ કરી.

Shah Jina
Exit mobile version