પ્રેમીથી મળ્યો દગો, મશહૂર ડાંસરે મોતને ગળે લગાવી; કહ્યું કે, બંને છેલ્લા 5 વર્ષથી સાથે રહેતા હતા…જુઓ PHOTOS

પ્રેમમાં લોકો ગમે તે હદે જવા તૈયાર હોય છે અને બધું લૂંટાયા બાદ પણ બદલામાં દગો મળે છે. ત્યારે તેઓ એવું પગલું ભરે છે, જેના વિશે લોકો સપનામાં પણ વિચારી શકતા નથી. આવું જ કંઈક એક પ્રખ્યાત ડાન્સર સાથે થયું છે, જેણે એક લોકપ્રિય ટીવી રિયાલિટી શોમાં પોતાના ડાન્સથી ઘણી ખ્યાતિ મેળવી હતી. પ્રેમીની બેવફાઈએ ડાંસરને મોતના મુખમાં ધકેલી દીધી. પ્રખ્યાત ડાન્સર કાવ્યા કલ્યાણનું અચાનક નિધન થયું છે.

આ સમાચારે તેલુગુ રિયાલિટી શો ‘ધી’થી ખ્યાતિ મેળવનારી ફેમસ ડાન્સર કાવ્યા કલ્યાણે આત્મહત્યા કરી લીધી છે. તેના આકસ્મિક મૃત્યુના સમાચારે સનસનાટી મચાવી દીધી છે. આ ઘટના ખમ્મમ ગ્રામીણ મંડળના પોન્નકલમાં બની હતી. આપઘાત પહેલા કાવ્યાએ પોતાનો એક સેલ્ફી વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં તેણે તેના મૃત્યુ પાછળનું કારણ જણાવતા વીડિયોમાં કહ્યું હતું કે, ‘મને ન્યાય જોઈએ, અભિએ મને દગો આપ્યો છે, તે લગ્ન કરીને સાથે રહ્યા બાદ બીજી છોકરી સાથે લગ્ન કરી રહ્યો છે અને મને ઘર છોડવાનું કહ્યું છે, તેથી હું ફાં*સી લગાવી રહી છું… સોરી મોમ, સોરી ડેડ.’

જણાવી દઇએ કે, કાવ્યા કલ્યાણ અને તેના પ્રેમી અભિ ઉર્ફે અભિલાશે રિયાલિટી શો ‘ધી’માં એન્ટ્રી લીધી હતી. આ દરમિયાન બંનેને પ્રેમ થઈ ગયો અને ત્યારથી કાવ્યા અને અભિલાષ બંને છેલ્લા 5 વર્ષથી સાથે રહેતા હતા અને કહેવાય છે કે બંનેએ ગુપચુપ લગ્ન કરી લીધા હતા.

Previous Article

વડોદરામાં ધો.12 સાયન્સના વિદ્યાર્થીનો આપઘાત, સ્યુસાઈડ નોટમાં લખ્યું 'આઇ ટ્રાઇડ માય બેસ્ટ' .પ્લીઝ... પ્લીઝ...પ્લીઝ...પ્લીઝ...

Next Article

દુઃખદ! US માં ભારતીય નર્સ પર ક્રૂર હુમલો, ચેહરા પર માર્યા અનેક વાર મુક્કા, સારવાર દરમીયાન આજીવન માટે જઈ શકે છે આખોમાંથી રોશની

error: Protected Content!
Exit mobile version