માણસો કરતા તો વધુ સમજદાર છે આ કાગડો, ચાંચમાં ખાલી બોટલ પકડીને ડસ્ટબીનમાં નાખવા ગયો, વીડિયો થયો વાયરલ

કાગડાએ ભણાવ્યો માણસોને પાઠ, ગમે ત્યાં કચરો નાખતા લોકો કાગડા પાસેથી શીખી લો આ વાત, જુઓ કેવી રીતે તેને ખાલી બોટલ ડસ્ટબિનમાં નાખી

Crow threw the bottle into the dustbin : દુનિયાના  સૌથી બુદ્ધિશાળી પ્રાણીઓમાં માણસ સૌથી ઉપર છે. છતાં પણ માણસ ઘણીવાર એવા એવા કામ કરતો હોય છે કે માણસાઈ પણ શર્મસાર થાય, પ્રકૃતિને પણ માણસો જ બગાડતા આવ્યા છે જ્યાં ત્યાં કચરો નાખીને, ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક કાગડાને માણસોને સ્વચ્છતાનો પાઠ ભણાવતા જોવા મળી રહ્યો છે. આ કાગડો માણસ દ્વારા ફેંકવામાં આવેલી ખાલી બોટલને ડસ્ટબીનમા નાખે છે.

કાગડાએ ભણાવ્યો માણસોને પાઠ :

કુદરત ઘણી વખત સંકેત આપીને આપણને ઘણી બાબતો સમજાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ આપણે તેની અવગણના કરીએ છીએ. જો કે, કેટલાક લોકો તેમાંથી શીખે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જે ઘણું શીખવી રહ્યો છે. આ વિડીયો જવાબદારીઓનું ભાન પણ કરાવે છે. આ વીડિયો એક કાગડાનો છે, જે પાર્કમાં પડેલી બોટલ ઉપાડે છે અને ડસ્ટબીનની શોધમાં ભટકતો હોય છે અને અંતે ડસ્ટબીન સુધી પહોંચે છે.

ડિસબિનમાં નાખી બોટલ :

આ વીડિયોને ટ્વિટર પર Tasung Yegen @TansuYegen એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. કેપ્શનમાં લખ્યું છે- ‘આ કાગડા જેવા બનો’. માત્ર 30 સેકન્ડની આ ક્લિપ ઘણું બધું શીખવી જાય છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પાર્કમાં ઘણા લોકો છે. ત્યારે એક કાગડો ત્યાં આવે છે. તેની ચાંચમાં પ્લાસ્ટિકની ખાલી બોટલ છે. આ બોટલને મોંમાં પકડીને તે આમતેમ જુએ છે. કદાચ તે ડસ્ટબિન શોધી રહ્યો છે.

લોકો પણ રહી ગયા હેરાન :

જેના બાદ તે  ડસ્ટબિન પર બેસે છે અને તેની ચાંચમાં ભરાવેલી ખાલી બોટલને તે ડસ્ટબીનના ખાનામાં ખુબ જ કાળજી પૂર્વક ફેંકી દે છે. કચરો નાખતા જ તે ત્યાંથી ઉડી જાય છે. કાગડો જે પ્રકારનું કામ કરે છે તે ખરેખર ઉપદેશક છે. તે માણસોએ આમાંથી વધુ શીખવાની જરૂર છે, જેઓ ગમે ત્યાં કચરો ફેંકે છે. જ્યારે અબોલ જીવ આ સમજી શકે છે, ત્યારે માનવીએ તેને શીખવાની ટેવ પાડવી જોઈએ. હાલ આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Previous Article

ભૂખ્યા મગરે સિંહે કરેલા શિકાર પર જમાવી લીધો કબ્જો, પછી સિંહ અને મગર વચ્ચે થઇ એવી જબરદસ્ત લડાઈ કે... જુઓ વીડિયો

Next Article

ઇલિયાના ડિક્રૂઝ જ નહિ આ 10 અભિનેત્રીઓ પણ બની ચૂકી છે લગ્ન વગર માં, એકે તો હજુ સુધી નથી કર્યા લગ્ન અને BFના બીજા બાળકને પણ આપવાની છે જન્મ

error: Protected Content!
Exit mobile version