સ્પીડમાં બાઇક ચલાવતા કપલ ખુલ્લેઆમ કરી રહ્યુ હતુ રોમાન્સ, પોલિસે પકડ્યા અને લીધુ જોરદાર એક્શન
સોશિયલ મીડિયા પર લોકો ઘણીવાર બાઇક ચલાવતા સ્ટંટ કરતા જોવા મળે છે. પોલીસ હંમેશા લોકોને ચેતવણી આપે છે કે તેઓ આમ કરીને પોતાનો અને બીજાનો જીવ જોખમમાં ન મૂકે. પણ યુવાનો આ વાતને ક્યાં ગંભીરતાથી લે છે. કોટાના એક કપલનો આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
એક કપલ રસ્તા વચ્ચે સ્પીડમાં બાઇક ચલાવતા ખુલ્લેઆમ રોમાન્સ કરી રહ્યુ છે અને અશ્લીલ વીડિયો બનાવી રહ્યુ છે. જો કે, માહિતી મળતાની સાથે જ કોટા પોલીસ એક્શનમાં આવી. પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું કે આ કપલે કોટા-બુંદી રોડ પર હર્બલ પાર્કની સામે આ વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં તમે જોઈ શકશો કે યુવતિ બાઇકની ટાંકી પર બેઠી છે અને યુવકને ગળે લગાવી રહી છે.
વીડિયોમાં બંને એકબીજાને કિસ કરતા પણ જોવા મળે છે. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જણાવી દઈએ કે આ કપલ કોટામાં એક પ્રાઈવેટ ફર્મમાં કામ કરે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ મોટાભાગના યુઝર્સે તેમને ખરી-ખોટી સંભળાવી રહ્યા છે.
सड़क पर बेशर्म जोड़े का बेशर्मी की सारी करने वाला वायरल वीडियो !!
हमारी युवा पीढी कोटा की सङको पर खूले आसमान के नीचे !!
कोटा पुलिस एक बार फट्टा फ्राई कर दे तो हजारो लबेरीयो को सीख मिल जायेगी !! #viralvideo #kota #Rajasthan @RajsamandPolice @BhajanlalBjp pic.twitter.com/NzQdbRw5Co
— MANOJ SHARMA LUCKNOW UP🇮🇳🇮🇳🇮🇳 (@ManojSh28986262) May 23, 2024
