NH 34 પર મોટો અકસ્માત….શ્રદ્ધાળુઓથી ભરેસ ટ્રેક્ટરને કંટેનરે મારી ટક્કર, 8ના મોત 45થી વધુ ઘાયલ

હે ભગવાન…શ્રદ્ધાળુઓથી ભરેલા ટ્રેક્ટર અને કેન્ટર વચ્ચે સર્જાયો અકસ્માત, માસુમ 8 લોકોના દર્દનાક મોત; જુઓ તસવીરો

ઉત્તર પ્રદેશના બુલંદશહર જિલ્લામાં મધ્યરાત્રિએ એક ભયંકર રોડ એક્સિડન્ટ થયો, બુલંદશહરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 34 પર ઘટાલ ગામ નજીક કાસગંજથી રાજસ્થાનના ગોગામેડી જતા ગોગાજીના ભક્તોથી ભરેલ ટ્રેક્ટરને એક કન્ટેનર ટ્રકે જબરદસ્ત ટક્કર મારી. ટ્રેક્ટરમાં બેઠેલા 8 લોકોના મોત થયા હતા અને 40થી વધુ વ્યક્તિઓ ઘાયલ થયા હતા.

બુલંદશહરના એસએસપીના જણાવ્યા અનુસાર ટ્રેક્ટરમાં 50થી 60 શ્રદ્ધાળુઓ સવાર હતા. આ બધા કાસગંજથી જાહરવીર (ગોગાજી)ના દર્શન માટે ગોગામેડી રાજસ્થાન જઈ રહ્યા હતા. આ જ સમયે આ દુર્ઘટના બની. પાછળથી આવતા કન્ટેનરે ટ્રેક્ટરને પ્રચંડ ધક્કો માર્યો, જેના કારણે ટ્રોલી પલટાઈ ગઈ.આ દુર્ઘટના પછી આખા વિસ્તારમાં ચીસો પોકારો મચી ગયો અને લોકો પોતાની જાન બચાવવા માટે બૂમો પાડવા લાગ્યા.

ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી. પોલીસે તાત્કાલિક દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને એમ્બ્યુલન્સ મારફતે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટનામાં આઠ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. એવું કહેવામાં આવી રહ્યુ છે કે ઘાયલોમાં 3 લોકો વેન્ટિલેટર પર છે, જેમની હાલત ગંભીર છે. જો કે, બાકીના લોકોને સામાન્ય ઈજાઓ થઇ છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટનાને ધ્યાનમાં લઈને દુઃખ વ્યક્ત કર્યું અને શોકાકુલ પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. સીએમએ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડીને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને તેમની યોગ્ય સારવારની સૂચનાઓ આપી છે. આની સાથે જ ઘાયલોના જલ્દી સ્વસ્થ થવાની પણ કામના કરી છે. સીએમએ આ દુર્ઘટનામાં મૃતકોના પરિવારોને 2-2 લાખ રૂપિયાની આર્થિક મદદ અને ઘાયલોને 50-50 હજારની આર્થિક સહાયતા આપવાની સૂચનાઓ આપી છે.

Previous Article

ગણેશ ચતુર્થી પર બની રહ્યો અદ્ભુત મહાસંયોગ, ગણપતિ બાપ્પા આ રાશિઓનું કરશે મંગળ જ મંગળ, ઘણાં કમાશે પૈસા

Next Article

ગણેશ ચતુર્થી: અંબાનીના ઘરે ગણેશ ઉત્સવનું આયોજન, અનંત-રાધિકાએ કર્યો 'એન્ટીલિયા ચા રાજા'નો ભવ્ય સ્વાગત

error: Protected Content!
Exit mobile version