વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની ચાલ અને યુતિનું વિશેષ મહત્વ હોય છે. હાલમાં જ બ્રહ્માંડમાં એક એવો અદ્ભુત સંયોગ સર્જાયો છે, જે કેટલીક રાશિના જાતકો માટે પ્રગતિના નવા દ્વાર ખોલવા જઈ રહ્યો છે. બુદ્ધિ અને વાણીના કારક ગ્રહ બુધ તથા ઊર્જા અને હિંમતના પ્રતીક સમાન મંગળ વચ્ચે સર્જાયેલા એક ખાસ કોણીય ગોઠવણીને કારણે અતિ શુભ ગણાતા ‘દશાંક યોગ’નું નિર્માણ થયું છે.
16 જુલાઈ, 2026ની રાત્રે 8.27 વાગ્યે બુધ અને મંગળ એકબીજાથી 36 ડિગ્રીના અંતરે આવ્યા છે. આધુનિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ગોઠવણી વ્યક્તિમાં તીક્ષ્ણ બુદ્ધિ, સર્જનાત્મકતા અને અચાનક નવી તકો લાવનારી સાબિત થાય છે. આ યોગનો પ્રભાવ આગામી 19 જુલાઈ, 2026 સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન બુધ પોતાની સ્વરાશિ મિથુનમાં વક્રી સ્થિતિમાં ભ્રમણ કરશે, જ્યારે મંગળ વૃષભ રાશિમાં રહેશે. પરિણામે દેશ-દુનિયા સહિત આઈટી, બેંકિંગ, મીડિયા, શિક્ષણ અને શેરબજાર જેવા ક્ષેત્રોમાં સકારાત્મક બદલાવ જોવા મળશે. આ દશાંક યોગ મુખ્યત્વે નીચે દર્શાવેલી રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થવાનો છે:
1. વૃષભ રાશિ: આત્મવિશ્વાસમાં વધારો અને આર્થિક નફો
તમારી જ રાશિમાં મંગળનું ગોચર થઈ રહ્યું હોવાથી તમારા આત્મવિશ્વાસ અને ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતામાં જબરદસ્ત વધારો થશે. બુધના પ્રભાવથી તમારી નાણાકીય બાજુ મજબૂત બનશે. વ્યાપાર-ધંધામાં મોટો આર્થિક ફાયદો થવાની, નવા ગ્રાહકો મળવાની અને જૂના અટકેલા કાર્યો ફરી શરૂ થવાની પ્રબળ સંભાવના છે.
ઉપાય: નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ કરો અને જરૂરિયાતમંદોને ગોળનું દાન કરો.
2. મિથુન રાશિ: કરિયરમાં નવી ઊંચાઈઓ અને માનસિક સ્પષ્ટતા
બુધ તમારી જ રાશિમાં હોવાથી આ દશાંક યોગ તમારા માટે સોનામાં સુગંધ ભળવા સમાન સાબિત થશે. તમારું મનોબળ મજબૂત થશે અને લાંબા સમયથી અટવાયેલા કામો પૂરા થશે. ખાસ કરીને મીડિયા, આઈટી, બેંકિંગ, લેખન અને કોમ્યુનિકેશન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને પ્રગતિની નવી અને મોટી તકો સાંપડશે.
ઉપાય: ભગવાન ગણેશજીની આરાધના કરો અને ‘ઓમ બમ બુધાય નમઃ’ મંત્રના જાપ કરો.
3. સિંહ રાશિ: અણધાર્યો ધનલાભ અને માન-સન્માન
સિંહ રાશિના જાતકો માટે આ સમયગાળો આવક અને જૂના લેણાં પરત મેળવવા માટે ઉત્તમ છે. સમાજ કે કાર્યસ્થળે પ્રભાવશાળી લોકો સાથે તમારા સંબંધો સુધરશે અને ભવિષ્યમાં તેનો મોટો લાભ મળશે. બિઝનેસમાં નવા મોટા પ્રોજેક્ટ્સ હાથમાં આવી શકે છે જે તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવશે.
ઉપાય: સવારે ઉગતા સૂર્યનારાયણને જળ અર્પણ કરો અને તાંબાની વસ્તુનું દાન કરો.
4. કન્યા રાશિ: નોકરીમાં પ્રમોશન અને નવી જવાબદારીઓ
કન્યા રાશિના જાતકોને કરિયરમાં એક મોટો ઉછાળો જોવા મળી શકે છે. કાર્યસ્થળે તમારી મહેનત અને યોજનાઓની ભરપૂર પ્રશંસા થશે. નોકરી બદલવા ઈચ્છતા લોકો માટે આ સમય શ્રેષ્ઠ છે. ઓફિસમાં તમને નવી જવાબદારી અથવા પ્રમોશન મળી શકે છે.
ઉપાય: લીલા મગનું દાન કરો અને ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરો.
5. મકર રાશિ: કાનૂની વિજય અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા
મકર રાશિના જાતકો માટે આ યોગ વિજય અપાવનારો સાબિત થશે. જો કોઈ કાનૂની બાબત કે કોર્ટ-કચેરીના પ્રશ્નો હોય તો તેમાં તમારી તરફેણમાં નિર્ણય આવી શકે છે. વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે ઈન્ટરવ્યુમાં સફળ થવાના ઉત્તમ યોગ છે. કાર્યસ્થળે શત્રુઓ પર વિજય મળશે.
ઉપાય: હનુમાનજીના મંદિરે જઈ પૂજા કરો અને લાલ મસૂરની દાળનું દાન કરો.
6. કુંભ રાશિ: વિદ્યાર્થીઓ માટે સોનેરી સમય અને પ્રેમ સંબંધોમાં મધુરતા
કુંભ રાશિના પંચમ ભાવમાં થઈ રહેલી હલચલથી વિદ્યાર્થીઓ અને ક્રિએટિવ ફિલ્ડ (સર્જનાત્મક ક્ષેત્રો) સાથે જોડાયેલા લોકોને વિશેષ ફાયદો થશે. અભ્યાસ કે સંશોધનમાં તમારી એકાગ્રતા વધશે. આ ઉપરાંત, તમારા પ્રેમ સંબંધોમાં ચાલી રહેલી ખટાશ દૂર થશે અને સંબંધો વધુ મજબૂત બનશે.
ઉપાય: ભગવાન વિષ્ણુની આરાધના કરો અને ગરીબ વિદ્યાર્થીઓને પુસ્તકો કે ભણવાની સામગ્રીનું દાન કરો.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)
