બહેન સોનાક્ષી સિંહાના લગ્નમાં શા કારણે ના આવ્યા ભાઈ લવ-કુશ ? ના જવા અંગે ભાઈ લવનું હવે સામે આવ્યું નિવેદન, જુઓ શું કહ્યું

દીદી સોનાક્ષી સિંહાના લગ્નમાં ગયો હતો ભાઈ લવ ? આખરે તોડી ચુપ્પી અને કહ્યું કે… જાણો સમગ્ર મામલો

Brothers did not come to Sonakshi wedding : સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ હવે કાયમ માટે એકબીજાના બની ગયા છે, સોનાક્ષી અને ઝહીરે સાત વર્ષ ડેટિંગ કર્યા બાદ મુંબઈમાં લગ્ન કર્યા હતા. આ કપલના રિસેપ્શનમાં સલમાન ખાન, કાજોલ, વિદ્યા બાલન, સાયરા બાનુ, સંજય લીલા ભણસાલી, અદિતિ રાવ હૈદરી, આદિત્ય રોય કપૂર, હુમા કુરેશી જેવા સેલેબ્સ સામેલ થયા હતા. જો કે, કોઈ એવું પણ હતું જે આ લગ્નમાં જોવા ના મળ્યું જેના કારણે સોશિયલ મીડિયા પર ઘણી અફવાઓ ફેલાઈ હતી.

આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ અભિનેત્રીના ભાઈઓ લવ-કુશ હતા. લવે તેની બહેનના લગ્નમાં શા માટે હાજરી ન આપી તે અંગે ટિપ્પણી કરી છે. શત્રુઘ્ન સિન્હા અને પૂનમ સિંહા તેમની દીકરી સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્નમાં સામેલ થયા હતા. જોકે તેના ભાઈઓ લગ્ન અને રિસેપ્શનમાં આવ્યો ન હતા. બધાને વિચિત્ર લાગ્યું કે ભાઈ બહેનના લગ્નમાં આવ્યા નથી. ચાહકો અનુમાન કરવા લાગ્યા કે તેનો ભાઈ આ લગ્નથી બિલકુલ ખુશ નથી.

હવે લવે આવા સમાચાર પર પ્રતિક્રિયા આપી છે. જ્યારે હિન્દુસ્તાન ટાઈમ્સે તેમનો જવાબ જાણવા તેમનો સંપર્ક કર્યો, ત્યારે તેમણે કહ્યું, “કૃપા કરીને એક-બે દિવસ આપો. જો મને લાગે કે હું જવાબ આપી શકું છું, તો હું તમારા પ્રશ્નનો જવાબ આપીશ. પુછવા બદલ આભાર.” અગાઉ લવ સિન્હાએ ETimes ને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “હું હાલમાં મુંબઈની બહાર છું, અને જો તે પ્રકાશિત સમાચારની વાત છે, તો મારી આ બાબતે કોઈ ટિપ્પણી કે સંડોવણી નથી.”

અભિનેત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તે ફૂલોની ચાદર નીચે ચાલતી જોવા મળી રહી છે. આ ચાદરને ભાઈઓએ ચારે બાજુથી પકડી રાખી હતી, પરંતુ આ દરમિયાન અભિનેતા સાકિબ સલીમ સહિત અન્ય ઘણા લોકો તેને પકડી રાખતા જોવા મળ્યા હતા. પરંતુ સોનાક્ષીના સગા ભાઈઓ લવ કુશ નહોતા. ઉલ્લેખનીય છે કે જ્યારથી સોનાક્ષી-ઝહીર ઈકબાલના લગ્નના સમાચાર આવ્યા છે ત્યારથી એવી અટકળો ચાલી રહી છે કે સોનાક્ષીએ ઝહીર સાથે લગ્ન કરવાના નિર્ણયને કારણે ભાઈ-બહેન વચ્ચે અણબનાવ છે.

Niraj Patel
Exit mobile version