અડધી રાતે હોટલમાંથી ચાદર લપેટી બહાર આવી મશહૂર સિંગર, જાણો આખરે મામલો શું છે…

પોપ સ્ટાર બ્રિટની સ્પીયર્સ તેના અંગત જીવનને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. બ્રિટની તેના પિતા સાથેના વિવાદ અને પતિથી અલગ થવાને કારણે ઘણી ચર્ચામાં રહી હતી. ત્યારે હવે બ્રિટની તેના બોયફ્રેન્ડ સાથેના ઝઘડાને લઇને ચર્ચામાં છે. તેના બોયફ્રેન્ડ પોલ રિચર્ડ સોલિઝ સાથે ખરાબ ઝઘડા બાદ બ્રિટની એવી હાલતમાં હોટલમાંથી નીકળી કે લોકો તેને જોઇ હેરાન રહી ગયા.

બ્રિટની સ્પીયર્સ તેના બોયફ્રેન્ડ સાથેના ઝઘડા બાદ કપડાં વગર અને ઉઘાડાપગે હોટેલમાંથી નીકળી ગઈ હતી.રિપોર્ટ અનુસાર બ્રિટની તેના બોયફ્રેન્ડ પોલ રિચર્ડ સોલિઝ સાથે એક હોટલમાં પાર્ટી કરી રહી હતી. પાર્ટીમાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી જે બાદમાં શારીરિક લડાઈમાં ફેરવાઈ ગઈ. બ્રિટની તેના હોટલના રૂમમાંથી ચાદર અને તકિયા સાથે અર્ધ હાલતમાં અને ખુલ્લા પગે બહાર આવી હતી, બ્રિટનીને પગમાં ઈજા પણ થઈ હતી, જે પછી એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી.

બ્રિટનીની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદથી વાયરલ થઈ રહી છે.ત્યારે હવે આના પર સિંગરે પ્રતિક્રિયા આપી છે. સિંગરે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નોટ લખી કહ્યું – ‘હું લોકોને કહેવા માંગુ છું કે આ સમાચાર ફેક છે. હું ઈચ્છું છું કે લોકો સમજે કે હું દરરોજ મજબૂત થઈ રહી છું. સત્ય બેકાર છે તો શું કોઈ મને જૂઠું બોલવાનું શીખવી શકે ?

મારી પાસે શક્તિઓ વધી રહી છે, આશા છે કે તમારી સાથે પણ આવું જ થઈ રહ્યું છે. બ્રિટનીએ પોસ્ટમાં આગળ કહ્યું- ‘મારે એક નવા ટૂથબ્રશની જરૂર છે. નોટ- મારે એસ્પ્રેસોની જરૂર છે. ખબર નહીં કેમ મને આ શેર કરવાની જરૂર પડી.મને લાગે છે કે હું એક છોકરી છું અને હું મારા પીરિયડ એજમાં છું.

ગત રાત્રે મારો પગ મચકોડાઈ ગયો. પેરામેડિક્સ અવૈદ્ય રૂપથી તેના દરવાજા પર આવી ગયો. તે મારા રૂમમાં ક્યારેય નથી આવ્યા, પણ મને ઘણી પરેશાની થઇ. આ સાથે તેણે લખ્યુ- આ ખબરને મારી માએ ફેલાવી છે. વીડિયો શેર કરતી વખતે બ્રિટ્ટનીએ લખ્યું- ‘હું જાણું છું કે મારી માતા આમાં સામેલ છે!!!

છેલ્લા છ મહિનાથી મેં તેની સાથે વાત કરી નથી. આ સમાચાર આવ્યાના ઠીક પહેલા તેણે ફોન કર્યો હતો.તેમણે મારા વિશે ઠીક એવી જ રીતે વાત કરી જેમ ઘણી પહેલા કરી હતી. બ્રિટનીએ કહ્યુ- તેની માએ આવી ખબરો બનાવવા માટે એવી જ રીતે સેટ અપ કર્યુ જેવી રીતે તે પહેલા કરી ચૂકી છે. તેણે લખ્યુ- હું તેને સહન નથી કરી શકતી, કાશ મારા ગ્રેન્ડ પેરેન્ટ્સ (દાદા-દાદી) હોત. જો કે, બ્રિટનીની મેન્ટલ હેલ્થને લઇને પણ સવાલ ઉઠ્યો હતો.

Previous Article

યુવકે 10 મિનિટમાં જ 10 ફૂટનો કબાટ સ્કૂટરમાં એકલા જ તગડો જુગાડથી કર્યો ડિલીવરી , ઇમ્પ્રેસ થયા આનંદ મહિન્દ્રા

Next Article

'તારા જેવા છોકરો કોઇને ના મળે, મારા જીવનમાં બીજીવાર ના આવતો...' મેટ્રોમાં કપલનું થયુ ખતરનાક બ્રેકઅપ, માર્યા એકબીજાને થપ્પડ- જુઓ વીડિયો

error: Protected Content!
Exit mobile version