એનિમલ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઓલ ટાઈમ બ્લોકબસ્ટર રહી હતી. આ ફિલ્મના સીન અને સ્ટોરીલાઈનને લઈને ઈન્ટરનેટ પર ઘણી ચર્ચા થઈ હતી. પરંતુ આ ફિલ્મનો ‘વોર મશીન ગન’ એક્શન સીન ઘણો ફેમસ થયો હતો. જેમાં રણબીર કપૂર પોતાની બંદૂક સાથે હોટલમાં આવેલા દુશ્મનોને મારતો બતાવવામાં આવ્યો છે. ઈન્ટરનેટ પર આ સીનને લઈને ઘણી હાઈપ થઈ હતી. પરંતુ વાત ફિલ્મની હતી, જે કલ્પના પર આધારિત હતી. જો કે હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યુ છે કે વોર મશીનગન પર લગ્નમાં વર-કન્યાની એન્ટ્રી થઇ રહી છે.
ક્લિપમાં દુલ્હા-દુલ્હનને મશીનગન પર ખુશીથી બેઠેલા જોઈ શકાય છે. પરંતુ તેમની આસપાસ ઉભેલા લોકો શું થઈ રહ્યું છે તે જોઈને આશ્ચર્યચકિત છે. હવે આ વીડિયો વાયરલ થયા બાદ યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જણાવી દઇએ કે આ બંદૂક વાસ્તવિક નથી. જો કે, ફિલ્મ એનિમલમાં બતાવવામાં આવેલી અસલ ‘વોર મશીન ગન’નું વજન 500 કિલો હતું અને તેને બનાવવામાં લગભગ 100 કારીગરો સામેલ હતા.
યુઝર્સ વેડિંગ એન્ટ્રીના આ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં વર-કન્યાની આ એન્ટ્રી પર ઉગ્ર કમેન્ટ કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું કે જ્યારે આ મશીન ગનમાંથી ગોળીઓ છોડવામાં આવે તો માનુ. અન્ય એક યુઝરે કહ્યું- મને શરમ આવે છું. અન્ય એક યુઝરે કહ્યું- જો ગોળી ચલાવવામાં આવી હોત તો સીન અલગ હોઈ શકત. બીજા એક યૂઝરે લખ્યું- લગ્નના 5 વર્ષ પછી જ્યારે કપલ આ વીડિયોને જોશે તો તેમને ગમશે નહીં.