વધુ એક મુસ્કાન રસ્તોગી ! લગ્નના 14 દિવસ બાદ પ્રેમી પ્રેમી સાથે કરાવી પતિની હત્યા; ફિલ્મોને ટક્કર આપે તેવી કહાની

જોઈ લો વધુ એક હત્યારી બૈરી…..લગ્નના 15 દિવસમાં જ પત્નીએ પ્રેમી સાથે કરાવી પતિની હત્યા, તસવીરો જોઈને હોંશ ઉડશે, જુઓ નીચે

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો, જ્યાં એક નવપરિણીત મહિલાએ તેના પ્રેમી સાથે મળી તેના પતિની હત્યા કરી દીધી. મળતી માહિતી મુજબ, પ્રગતિ યાદવના લગ્ન 5 માર્ચ 2025ના રોજ દિલીપ સાથે થયા હતા. પરંતુ લગ્નના માત્ર 14 દિવસ પછી 19 માર્ચે પ્રગતિએ તેના પતિને ખતમ કરવાનું કાવતરું ઘડ્યું. 19 માર્ચે સહાર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પલિયા ગામ પાસે એક યુવાન ઘઉંના ખેતરમાં ગંભીર રીતે ઘાયલ હાલતમાં પડેલો મળી આવ્યો હતો.

ગ્રામજનોએ તાત્કાલિક પોલીસને આ અંગે જાણ કરી. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ પોલીસ યુવકને હોસ્પિટલમાં લઈ ગઈ, જ્યાં તેની હાલત ગંભીર હોવાથી તેને હાયર સેંટર રિફર કરવામાં આવ્યો. ત્રણ દિવસ પછી સારવાર દરમિયાન 21 માર્ચે યુવાનનું મોત નીપજ્યું. મૃતક યુવકની ઓળખ પ્રગતિ યાદવના પતિ તરીકે થઈ હતી. આ મામલાની તપાસ માટે સહારા પોલીસ સ્ટેશન, સર્વેલન્સ ટીમ અને SOG ટીમને તૈનાત કરવામાં આવી. પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા, જેમાં એક શંકાસ્પદ વ્યક્તિ પ્રગતિના પતિને બાઇક પર લઈ જતો જોવા મળ્યો.

પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે એક ચોંકાવનારું સત્ય સામે આવ્યું. જ્યારે પોલીસે પ્રગતિ અને તેના પ્રેમીને કસ્ટડીમાં લીધા ને કડક પૂછપરછ કરી ત્યારે બંનેએ રહસ્ય ખોલી નાખ્યું. પોલીસ પૂછપરછ દરમિયાન પ્રગતિ યાદવે તેના પતિની હત્યાના કાવતરાની કબૂલાત કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે પ્રગતિનો પ્રેમી અનુરાગ યાદવ તે જ ગામનો રહેવાસી હતો અને બંને ચાર વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. પરિવાર આ સંબંધની વિરુદ્ધ હતો, એટલે પ્રગતિ અનુરાગ સાથે લગ્ન કરી શકી નહીં. જો કે, લગ્ન પછી પણ પ્રગતિ અનુરાગના પ્રેમમાં પાગલ હતી. આ જ કારણ હતું કે તેણે તેના પતિથી છૂટકારો મેળવવા માટે અનુરાગ સાથે મળીને હત્યાનું કાવતરું ઘડ્યું.

પ્રગતિએ હત્યા માટે અનુરાગને એક લાખ રૂપિયા આપ્યા, ત્યારબાદ અનુરાગે તેના ભાગીદાર રામજી નાગરે સાથે મળીને બે લાખ રૂપિયામાં સોદો કર્યો. 19 માર્ચે જ્યારે પ્રગતિનો પતિ કન્નૌજથી પરત ફરી રહ્યો હતો, ત્યારે આરોપીઓએ તેને નહેર પાસેની એક હોટલમાં રોક્યો, કોઈ બહાનું બનાવીને બાઇક પર બેસાડી દીધો અને તેને એક સૂમસામ જગ્યાએ લઈ ગયો ને તેની હત્યા કરી દીધી. પોલીસે રામજી નાગર અને અનુરાગ યાદવની ધરપકડ કરી. તપાસ દરમિયાન તેની પાસેથી 315 બોરની પિસ્તોલ અને જીવતા કારતૂસ મળી આવ્યા હતા. વિગતવાર પૂછપરછ બાદ, પ્રગતિ યાદવની પણ ધરપકડ કરવામાં આવી. પોલીસ આ કાવતરામાં સામેલ અન્ય આરોપીઓની શોધ કરી રહી છે.

Previous Article

'મેં 18 કરોડમાં ફિલ્મ સ્ટારને મારી વર્જિનિટી વેચી દીધી...' જાણો પછી આ છોકરીએ આ રુપિયાનું તેણે શું કર્યું

Next Article

અમદાવાદમાં નશામાં ધૂત કાર ચાલકનો આતંક ! હિમાલયા મોલ પાસે યુવકે અકસ્માત સર્જી લોકોને છરી બતાવી ડરાવ્યા...પબ્લિક શાન ઠેકાણે લાવી

error: Protected Content!
Exit mobile version