અતુલ પરચુરેની અંતિમ દિવસોમાં થઇ ગઇ હતી ખરાબ હાલત, કોમેડિયનની પત્નીએ વ્યક્ત કરી દર્દભરી કહાની
કોમેડિયન અતુલ પરચુરે હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમના આકસ્મિક નિધનથી પરિવાર અને ચાહકો સહિત ઈન્ડસ્ટ્રીને આઘાત લાગ્યો છે. અતુલ પરચુરેનું સોમવારે 57 વર્ષની વયે કેન્સરને કારણે અવસાન થયું હતું. અતુલ તેમની પાછળ તેમની પુત્રી અને પત્ની સોનિયા પરચુરેને છોડી ગયા છે. તેમની પત્ની સોનિયાએ અતુલની અંતિમ ક્ષણો વિશે જણાવ્યું અને તેમના દર્દ વિશે પણ જણાવ્યું, જે કોઇને પણ ભાવુક કરી દે.
તેણે કહ્યું કે અતુલને 2 વર્ષ પહેલા કેન્સરની ખબર પડી હતી. જોકે શરૂઆતમાં આઘાત લાગ્યો હતો પરંતુ તે આ મુશ્કેલ સમયમાં તેની સાથે મક્કમતાથી ઉભી રહી હતી. સોનિયાએ કહ્યું કે અતુલ હંમેશાથી તેનો હીરો રહ્યો છે, પરંતુ જ્યારે તેને બીમારીની ખબર પડી તો તેને પતિની હાલત જોઈને ખૂબ જ દુઃખ થયું, અતુલ એક એવો વ્યક્તિ હતો જે ચૂપ રહેવાનો નહોતો. પરંતુ જ્યારે કેન્સરની જાણ થઈ ત્યારે તે સંપૂર્ણ રીતે તૂટી ગયો હતો. તેને ચુપચાપ ડોક્ટરની વાત સાંભળવી પડી હતી.
આ પહેલા ક્યારેય બન્યું ન હતું જ્યારે તેઓ આ રીતે ચૂપચાપ બેઠા હતા, ત્યારે સ્પષ્ટપણે દેખાઈ આવતું હતું કે આ રોગ કેટલો પીડાદાયક છે. અતુલ પરચુરેએ તેમની અભિનય કારકિર્દીમાં ઘણી કોમેડી ભૂમિકાઓ કરી જેનાથી તેમને નામ અને ખ્યાતિ મળી. પરંતુ કેન્સરથી પીડિત અતુલની તબિયત છેલ્લા દિવસોમાં બગડી ગઈ હતી. એક સમય એવો આવ્યો જ્યારે તેણે પોતાનો અવાજ ગુમાવી દીધો. હાલત એવી થઈ ગઈ કે તે ઘરની બહાર નીકળી શક્યો નહીં. પરંતુ રોગને દૂર કરવા માટે તે અભિનયમાં પાછો ફર્યો.
ત્યારબાદ અચાનક તબિયત બગડતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેનો અવાજ પણ જતો રહ્યો હતો, ઉઠવું પણ મુશ્કેલ બની ગયું હતું. જો કે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. જ્યારથી અતુલના ચાહકોને ખબર પડી કે તેની તબિયત ખરાબ છે, ત્યારે તેઓ તેના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા હતા, પરંતુ એ કંઈ કામ ન આવી શક્યુ અને અતુલે દુનિયાને અલવિદા કહી દીધું.
