અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન: 12 વિમાનોથી ઇટલી પહોંચી રહ્યા છે 800 ગેસ્ટ, લગ્ઝરી ક્રૂઝ પર 3-4 દિવસ ચાલશે સેલિબ્રેશન- 4300 કિમીના સફરને ખાસ બનાવશે અંબાણી

મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો નાનો પુત્ર અનંત અંબાણી જુલાઈમાં રાધિકા મર્ચન્ટ સાથે 12 જુલાઇના રોજ લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યો છે. લગ્ન પહેલા અંબાણી પરિવારે આ કપલ માટે એક ભવ્ય પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન ગુજરાતના જામનગરમાં કર્યું હતુ. જામનગરમાં ત્રણ દિવસના પ્રિ-વેડિંગ ફંક્શન બાદ હવે અનંત-રાધિકા માટે બીજા પ્રિ-વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વખતે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશન માટે લક્ઝરી ક્રૂઝની પસંદગી કરવામાં આવી છે. અંબાણી પરિવારે ઈટલીમાં લક્ઝરી ક્રૂઝ પર પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમ ત્રણ-ચાર દિવસ સુધી ચાલશે. જે ક્રૂઝ પર અનંત-રાધિકાની બીજી પ્રી-વેડિંગ સેરેમની થશે તેનું નામ સેલિબ્રિટી એસેન્ટ છે.

29 મેના રોજ આ ક્રૂઝ અંબાણી પરિવારના ખાસ મહેમાનોને લઈને ઈટાલીના પાલેર્મો પોર્ટથી રવાના થશે અને 4380 કિલોમીટરનું અંતર કાપીને 1 જૂને દક્ષિણ ફ્રાન્સ પહોંચશે. આ ક્રૂઝ એ સમુદ્રમાં તરતી 5 સ્ટાર હોટેલ છે. આ ક્રૂઝમાં 5 સ્ટાર હોટલની તમામ સુવિધાઓ છે. આ ક્રૂઝની ક્ષમતા 3279 છે. અંબાણીના ફંક્શન માટે ભારત અને વિદેશમાંથી 800 મહેમાનો આવી રહ્યા છે.

આ મહેમાનોની સેવા માટે 600 સ્ટાફ હશે. અનંત-રાધિકાના બીજા પ્રી-વેડિંગમાં હાજરી આપવા મહેમાનો 12 પ્લેનમાં ઈટલી પહોંચી રહ્યા છે. આ યાત્રા 29મી મેના રોજ ઇટાલીના પાલેર્મો પોર્ટથી શરૂ થશે. આ ક્રૂઝ ચાર દિવસમાં 4380 કિલોમીટરની મુસાફરી કરીને દક્ષિણ ફ્રાન્સ પહોંચશે, જ્યાં લગ્ન પહેલાની પાર્ટી સમાપ્ત થશે.

આ દરમિયાન ફિલ્મ સ્ટાર્સ અને મોટી હસ્તીઓ વિવિધ થીમ આધારિત ફંક્શનમાં ભાગ લેશે. કહેવામાં આવી રહ્યું છે કે આ લગ્ન ભારતના અનોખા લગ્નોમાંથી એક છે, જેના પર આખી દુનિયાની નજર ટકેલી છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે પહેલા મિયામીથી ક્રૂઝ લેવાની વાત થઈ હતી પરંતુ ફ્રાન્સમાં તે ક્રૂઝને પાર્ક કરવામાં મુશ્કેલી આવતી.

આ કારણોસર માલ્ટાથી ‘સેલિબ્રિટી એસેન્ટ’ નામનું 5 સ્ટાર ક્રૂઝ મંગાવવામાં આવ્યુ. કહેવામાં આવી રહ્યું છે કે તેને માલ્ટામાં 1 ડિસેમ્બર 2023ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતુ. અંબાણીના કુલ 800 મહેમાનો આ ક્રૂઝમાં સામેલ થવાના છે, જેમાં ફિલ્મ સ્ટાર્સ અને અન્ય મહેમાનો પણ સામેલ છે, જેમને દુનિયાભરમાંથી આમંત્રિત કરવામાં આવી રહ્યા છે. જો કે, ક્રુઝની ક્ષમતા 3279 છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની બીજી પ્રી-વેડિંગ સેરેમની બાદ 12 જુલાઈના રોજ તેમના લગ્ન છે, પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે બંને લંડનના સ્ટોક પાર્કમાં એક આલીશાન ઘરમાં લગ્ન કરશે, પરંતુ હવે સમાચાર છે કે બંને મુંબઈમાં જ લગ્ન કરવા જઈ રહ્યા છે.

Shah Jina
Exit mobile version