ફરી એકવાર પ્લેન દુર્ઘટના ! બે વિમાન ટકરાયા, 142 યાત્રિઓ હતા પ્લેનમાં સવાર- માંડ માંડ બચ્યો જીવ

અમેરિકાના વોશિંગ્ટન રાજ્યના સિએટલ-ટૈકોમા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બે વિમાનોની ટક્કરનો વીડિયો સામે આવ્યો છે. જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ મુસાફર કે ક્રૂ મેમ્બરને નુકસાન થયું નથી. ઘટના સમયે પ્લેનમાં સવાર મુસાફરોમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ તમામ સુરક્ષિત છે.

આ ઘટના ભારતીય સમય અનુસાર સવારે 10.15 વાગ્યે બની હતી, જ્યારે જાપાન એરલાઇન્સનું બોઇંગ 737 એરક્રાફ્ટ ટેક્સી કરી રહ્યું હતું અને તે દરમિયાન તેની એક પાંખ પાર્ક કરાયેલા બોઇંગ 737 એરક્રાફ્ટના પાછળના ભાગમાં ફસાઇ ગઇ. ટક્કર એટલી જોરદાર હતી કે એરપોર્ટ સ્ટાફ અને ક્રૂ મેમ્બર્સમાં ગભરાટ ફેલાયો હતો. જો કે, તેમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ ન હતી.

ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ આ સમગ્ર ઘટના એરપોર્ટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ડેલ્ટા એરલાઈન્સનું વિમાન 142 મુસાફરો સાથે મેક્સિકોના પ્યુર્ટો વાલાર્ટા માટે ટેક ઓફ કરવાની તૈયારી કરી રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી. જાપાન એરલાઇન્સનું વિમાન ડી-આઈસિંગ (વિમાન પર જામેલ બરફ હટાવવાની પ્રક્રિયા) દરમિયાન વળ્યું અને પાછળથી ડેલ્ટા પ્લેન સાથે અથડાયુ.

આ ઘટનાની માહિતી મળતા જ એરપોર્ટ પ્રશાસન સક્રિય થઈ ગયું હતું. ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને સુરક્ષા ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મુસાફરોને ઈમરજન્સી ગેટ દ્વારા સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. વિમાનને ટેક્નિકલ નિરીક્ષણ અને સમારકામ માટે મોકલવામાં આવ્યું છે. હાલમાં અકસ્માતનું સાચું કારણ જાણવામાં આવી રહ્યું છે કે તે પાયલોટની ભૂલ હતી કે પછી ટેકનિકલ ખામી કે એર ટ્રાફિક કંટ્રોલની ભૂલ હતી.

Previous Article

ઊંચી છત પર ચઢ્યો બળદ, પછી ઉપરથી લગાવી દીધી છલાંગ- જુઓ હેરાન કરનારો વીડિયો

Next Article

વધુ એક ગુજરાતી લોકગાયકે ખરીદી લક્ઝુરિયસ ચમચમાતી કાર, દીકરીઓએ કર્યા કારના વધામણા; જુઓ ધમાકેદાર વીડિયો

error: Protected Content!
Exit mobile version