મામેરા બાદ અનંત રાધિકા માટે ગરબા નાઈટ, જુઓ ગુજરાતીઓ કેવા ગરબા રમ્યા, દાદી કોકિલાબેન કર્યુ હતુ ખાસ આયોજન

અનંત અંબાણીના લગ્નને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે એક બાદ એક લગ્નના રીત-રિવાજ અનુસાર પ્રસંગો શરુ થઇ ગયા છે. તાજેતરમાં જ મામેરુ સેરેમની પૂર્ણ થઇ છે. અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા ખાતે જ આયોજિત કરવામાં આવી રહ્યા છે. પરિવારના સભ્યો, સંબંધીઓ અને ખાસ મિત્રો આ કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે.

આગલા દિવસે મામેરુ ફંક્શન બાદ જ ગરબા નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા ઈવેન્ટનું આયોજન અનંત અંબાણીના દાદી કોકિલાબેન એ કર્યુ હતું. તેની ઝલક હવે સામે આવી છે. આ સાથે ગરબા નાઈના ઈનસાઈડ વીડિયો પણ સામે આવી રહ્યા છે.

ઘણા મહેમાનો સ્ટેજની સામે જ ડાન્સ કરતા જોવા મળે છે. આ વીડિયોમાં કોકિલાબેન અંબાણી ઉભેલા દેખાઈ રહ્યા છે. આ ગરબા નાઈટને ખુદ કોકિલાબેન એ હોસ્ટ કરી હતી. ગરબાના બીટ પર લોકોને મંત્રમુગ્ધ કરનાર સિંગર પાર્થિવ ગોહિલ પણ મસ્તી કરતા જોવા મળે છે. પાર્થિવ ગોહિલે ભૂતકાળમાં અંબાણી પરિવારના અનેક કાર્યક્રમોમાં પરફોર્મ કર્યું છે .

ડેકોરેશનની વાત કરીએ તો જે વીડિયો સામે આવ્યો છે, તેમાં તમે અંદરના ફ્લોરલ ડેકોરેશનની ઝલક જોઈ શકો છો. આખો હોલ રાધા-કૃષ્ણની મૂર્તિઓથી શણગારવામાં આવ્યો છે. ગુજરાતી વાઇબ સાથેના આ શણગારને ગુલાબી અને સફેદ રંગના કોમ્બિનેશનથી સજાવવામાં આવ્યું છે. વીડિયોમાં દેખાતી સુંદર સજાવટ તમારું દિલ જીતી લેશે. આટલું જ નહીં અન્ય એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં ગરબા પરફોર્મન્સ જોવા મળી રહ્યો છે.

રાધિકા દેખાઇ ખૂબ જ સુંદર
સામે આવેલી તસ્વીરોમાં દરેક આવેલ મહેમાનો ખૂબ જ સુંદર ડ્રેસઅપમાં જોવા મળી રહ્યા છે. રંગબે રંગી ચણિયા ચોળીમાં ફિમેલ ગેસ્ટ ધૂમ મચાવી રહી છે. હવે બ્રાઇડની વાત કરીએ તો રાધિકા રોયલ અંદાજમાં જોવા મળી, રાધિકાએ પર્પલ લહેંગો પહેર્યો હતો. હેવી લુક સાથે ગળામાં ચોકર સેટ પહેર્યો અને ચાંદલો કર્યો છે. રાધિકા સિંમલ અને એલિંગન્ટ દેખાઇ રહી હતી.

yc.naresh
Exit mobile version