ઓગસ્ટમાં ગુજરાતના આ શહેરો થશે પાણીથી તરબોળ, અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વઘુ વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે ઘણા શહેર અને ગામો પાણી-પાણી થઈ ગયા છે અને ક્યાંક તો પૂર જેવી પણ પરિસ્થિતિ સર્જાઈ. જો કે હવે વરસાદ ઉત્તર ગુજરાત તરફ વળ્યો છે.

અંબાલાલે જણાવ્યું કે- 3, 4, 5 અને 6 ઓગસ્ટના રોજ ભારે વરસાદ રહેશે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોમાં ભારે વરસાદની શકયતા છે. વલસાડના ભાગોમાં પણ મૂસળધાર વરસાદ વરસી શકે છે. 12 અને 13 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી તેમણે વ્યક્ત કરી છે અને આ દરમિયાન વલસાડ તેમજ વડોદરાના ભાગોમાં પૂરની સ્થિતિ રહેશે તેવું પણ જણાવ્યુ છે.

વધુમાં અંબાલાલે કહ્યું, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પુરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. અમદાવાદ તેમજ ગાંધીનગરના ભાગોમાં વરસાદ રહેશે. બનાસકાંઠા, પંચમહાલ અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડવાની શકયતા રહશે. મધ્ય પ્રદેશમાં લો પ્રેશર અને અરબસાગરમાં હવાનું હળવું દબાણ થતા ગુજરાતમાં વરસાદની શકયતા રહશે.

Previous Article

અનંત-રાધિકા લગ્ન બાદ રોકાયા છે પેરિસની આ અફલાતૂન હોટલમાં, સૌથી સસ્તા રૂમનું ભાડુ પણ અધધધધ લાખ

Next Article

તડપતો રહી જશે હાર્દિક પણ દીકરાને ક્યારેય નહિ છોડે નતાશા, પોસ્ટમાં આપી મોટી હિંટ

error: Protected Content!
Exit mobile version