મમ્મી આલિયા ભટ્ટ સાથે ફોઇ કરીનાને મળવા પહોંચી રાહા કપૂર, ક્યુટનેસ પર ફરી એકવાર ફિદા થયા ચાહકો

માથા પર પોની અને કલરફુલ ફ્રોક… ફોઇ કરીનાના ઘર બહાર મમ્મી આલિયા સાથે સ્પોટ થઇ રાહા

બોલિવૂડ સ્ટાર કિડ્સને લઈને ચાહકોમાં એક અલગ જ ચાર્મ જોવા મળે છે. મમ્મી-પપ્પાની જેમ સ્ટાર કિડ્સ પણ ખૂબ લોકપ્રિય હોય છે. આ દિવસોમાં જે સ્ટાર કિડની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની દીકરી રાહા કપૂર છે. રાહા કપૂરે પોતાની ક્યુટનેસથી બધાના દિલ જીતી લીધા છે. હાલમાં જ તે ફોઇ કરીનાના ઘરની બહાર મમ્મી આલિયા સાથે જોવા મળી હતી.

જો કે, આ દરમિયાન આલિયા તેને પેપ્સથી છુપાવતી જોવા મળી હતી. જણાવી દઇએ કે, બોલિવૂડના પાવર કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની દીકરી રાહા કપૂર સૌથી ફેમસ સ્ટાર કિડ્સમાંથી એક છે. જ્યારે પણ તે તેના માતા-પિતા સાથે બહાર નીકળે છે, તે દરમિયાનની તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર થોડી જ વારમાં વાયરલ થઈ જાય છે.

26 એપ્રિલે આલિયા તેની પુત્રી રાહા સાથે કરીના કપૂરના ઘરની બહાર જોવા મળી હતી. રાહાનો આ વીડિયો સામે આવતા જ વાયરલ થઇ ગયો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં આલિયા અને રાહા કરીના કપૂરના ઘરની બહાર જોવા મળી રહ્યા છે. આલિયા જ્યાં સફેદ કો-ઓર્ડ સેટમાં જોવા મળી જ્યારે રાહા રંગબેરંગી ફ્રોક અને પોનીટેલમાં જોવા મળી. આલિયા રાહાને પોતાના ખોળામાં રાખી છત્રીથી તેને છુપાવતી જોવા મળી હતી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, આલિયા છેલ્લે કરણ જોહરની ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળી હતી. આ પછી તેની પહેલી હોલીવુડ ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’માં જોવા મળી. હવે તે ટૂંક સમયમાં તેની હોમ-પ્રોડક્શન ‘જીગરા’માં જોવા મળશે.

આ સિવાય તેની પાસે ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’ પણ છે. આ ઉપરાંત તે સંજય લીલા ભણસાલીની ‘લવ એન્ડ વોર’માં પતિ રણબીર કપૂર અને વિકી કૌશલ સાથે જોવા મળશે. પર્સનલ લાઇફની વાત કરીએ તો, રણબીર અને આલિયાના લગ્ન એપ્રિલ 2022માં થયા હતા અને રાહાનો જન્મ તે જ વર્ષે 6 નવેમ્બરે થયો હતો.

એક વર્ષ સુધી બંનેએ પોતાની દીકરી રાહાનો ચહેરો દુનિયા સમક્ષ જાહેર કર્યો ન હતો. આ પછી ગયા વર્ષે ક્રિસમસના અવસર પર રણબીર અને આલિયાએ પહેલીવાર પેપરાજી સામે રાહાની ઝલક બતાવી.

Previous Article

પિંક સાડીમાં ગોવિંદાની ભાણીએ લીધા ફેરા, દુલ્હાના મંગળસૂત્ર પહેરાવતા સમયે જ દુલ્હનિયાની આંખોમાંથી છલક્યા આંસુ- જુઓ વીડિયો

Next Article

કઇ વાત પર છેડાઇ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે ચર્ચા, નવો વીડિયો આવ્યો સામે

error: Protected Content!
Exit mobile version