અમદાવાદમાં રીલ બનાવવાની પ્રક્રિયામાં એક સ્કોર્પિયો કાર નહેરમાં પડી ગઈ છે. કારમાં ત્રણ મિત્રો હતા, જેમાંથી બેનાં મૃતદેહો મળી આવ્યા છે અને ત્રીજાની શોધ કરવામાં આવી રહી છે. બુધવારે સાંજે આ અકસ્માત થયો હતો, જેનો સીસીટીવી હમણાં જ આવ્યો છે.અમદાવાદની એચ ડિવિઝન ટ્રાફિક પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ત્રણેય મિત્રો યશ, યક્ષ, ક્રિશ રીલ બનાવવા માટે સ્કોર્પિયોથી ફતેવાડી કેનાલ પહોંચ્યા હતા.
અન્ય ચાર મિત્રો હૃદય, ધ્રુવ, રુતાયુ અને વિરાજસિંહ પહેલેથી જ કેનાલ પર હાજર હતા. મિત્રોએ 3500 રૂપિયા ચૂકવીને સ્કોર્પિયો ગાડી ચાર કલાક માટે ભાડેથી લીધી હતી. યશ, યક્ષ અને ક્રિશ અકસ્માત દરમિયાન કારમાં સવાર હતા.વિરાજસિંહે દોરડો ફેંકીને બચાવવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે અકસ્માત દરમિયાન સ્કોર્પિયો યશ ચલાવી રહ્યો હતો. યશ કાર યુ-ટર્ન લઈ રહ્યો હતો. આ સમય દરમિયાન ખબર નહિ શું થયું કાર વાળવાને બદલે સુધી કેનાલમાં પડી ગઈ. ત્રણેય કોઈક રીતે બહાર આવ્યા. અમે અન્ય મિત્રો અને નજીકના લોકોએ દોરડા ફેંકીને તેમને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પાણીના મજબૂત પ્રવાહથી ત્રણેય તણાઈ ગયા.
આજે સવારે, નદીમાં મળેલા બે મૃતદેહો પ્રાપ્ત થતાંની સાથે જ પોલીસ અને ફાયર બ્રિગેડની બચાવ ટીમે સ્થળ પર પહોંચી અને ત્રણની શોધ શરૂ કરી. સર્ચ ઓપરેશન માટે રાત્રે કેનાલનું પાણી રોકી દેવામાં આવ્યું હતું. રાત્રે લગભગ અઢી વાગ્યા સુધી ચાલેલા ઓપરેશનમાં પણ ત્રણેયને શોધી શકાય ન હતા. આજે સવારે યક્ષ અને યશ સોલંકીના મૃતદેહ શાસ્ત્રી બ્રિજ નજીક નદીમાં તરતા જોવા મળ્યા હતા.
ક્રિશ દવે હજી ગુમ છે, તેની શોધ ચાલુ છે.અકસ્માત પહેલા મિત્રોના વીડિયો બહાર આવ્યા હતા. આ ઘટના પછી કેનાલ પહોંચેલા ધારાસભ્ય અમિત શાહે જણાવ્યું હતું કે, જ્યારે આ ઘટના બની ત્યારે હું વિધાનસભામાં હતો. મારા વિસ્તારના કાઉન્સિલરો અહીં પહોંચ્યા. અકસ્માત અને અકસ્માત પહેલા મિત્રોના વીડિયોઝ પણ સામે આવ્યા છે.
અમારી યુવા વારને વિનંતી છે આ ઘટનાથી કંઈક શીખો અને રીલના ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં ના મુકો.ક્રિશ દવેના કાકાના કેહવા અનુસાર, બુધવારે બપોરે 3:30 વાગ્યે તે ઘરની બહાર નીકળી ગયો હતો. જ્યારે તેના મિત્રોએ અમને લગભગ 7: 45 વાગ્યે જાણ કરી, ત્યારે અમે અહીં પહોંચ્યા. 17 વર્ષીય ક્રિશ દવે પરિવારનો એકમાત્ર છોકરો હતો.
