અમદાવાદ પ્લેન ક્રેશ : 12 જૂનનો વધુ એક હૃદયદ્રાવક વીડીયો આવ્યો સામે, જીવ બચાવવા બીજા માળેથી કૂદતા વિદ્યાર્થીઓ, જુઓ રૂંવાડા ઊભા કરી દે તેવા દ્રશ્યો

એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતા પ્લેન ક્રેશનો વધુ એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, બી. જે. મેડિકલના વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા માટે હોસ્ટેલના બીજા માળેથી નીચે કૂદી રહ્યા છે. જે વીડીયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

અમદાવાદમાં 12 જૂનના રોજ, લંડન જઈ રહેલ એર ઇન્ડિયાનું બોઇંગ ડ્રીમલાઇનર 787-8 વિમાન ક્રેશ થઈ ગયું. આ પ્લેન ક્રેશ થવાની દુર્ઘટનામાં 279 લોકોએ જીવ ગુમાવ્યા. વિમાનમાં સવાર 242 લોકોમાંથી ક્રેશમાં 241 લોકો મૃત્યુ પામ્યા અને જે મેડિકલ હોસ્ટેલ સાથે વિમાન અથડાયું હતું, તેના 33 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જે ઘટનાણા અનેકો વીડીયો સામે આવ્યા છે. ત્યારે વધુ એક ચોંકાનારો વીડીયો સામે આવ્યો.અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાની ઘટનામાં કેટલાક લોકોના આબાદ બચાવ થયો હતો. અતુલ્ય બિલ્ડિંગમાંથી અમુક વિદ્યાર્થીઓ જીવ બચાવવા નીચે કૂદ્યા હતા. વિદ્યાર્થી અને સ્ટાફ બચવા માટે બિલ્ડિંગ પરથી કૂદતા વીડિયોમાં કેદ થયા હતા.

આ વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે, એક વિદ્યાર્થિની સહિત ત્રણ લોકો હોસ્ટેલના બીજા માળેથી નીચે કૂદી રહ્યા છે. પહેલા આ લોકો એક યુવતીને નીચે ઉતારે છે. આ વિદ્યાર્થિની નીચે ઉતર્યા બાદ અન્ય એક વિદ્યાર્થી પણ નીચે કૂદે છે. આ વિદ્યાર્થીઓ બારીની આગળ નાખેલી ગ્રિલનો સહારો લઈને નીચે આવી રહ્યા છે. બિલ્ડિંગમાંથી કૂદવા માટે લોકો એકબીજાની મદદ કરી રહ્યા છે. કપડાની મદદથી તેઓ બિલ્ડિંગમાંથી નીચે કૂદી રહ્યા છે. વળી, બાજુમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયા બાદ આખો વિસ્તાર ધુમાડાગ્રસ્ત જોવા મળી રહ્યો છે.

ટેકઓફ થયાની થોડી મિનિટોમાં જ આ અકસ્માત થયો હતો, વિમાન નિયંત્રણ બહાર ગયું અને હોસ્પિટલની પાછળના સ્ટાફ ક્વાર્ટર્સ પર પડી ગયું. જયારે વિમાન ક્રેશ થયું ત્યારે પહેલા વર્ષના 14 અને બીજા વર્ષના 13 સ્ટુડન્ટ હોસ્ટલમાં હાજર હતા. ત્યારે કુલ 33 થી વધુ સ્ટુડન્ટ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ભોગ બન્યા હોવાની વિગતો સામે આવી. મેસમાં કામ કરતા ટિફિન કોન્ટ્રાક્ટરનો આ દુર્ઘટનામાં આબાદ બચાવ થયો હતો. ત્યારે ટિફિન કોન્ટ્રાક્ટરે દુર્ઘટના સમયની પરિસ્થિતિ જણાવતા કહ્યું હતું કે પ્લેન એટલી સ્પીડમાં અથડાયું કે આખી બિલ્ડિંગ પણ હલી ગઈ હતી. હું જમવા બેઠો હતો અને તાત્કાલિક ધોરણે ત્યાંથી બહાર ભાગ્યા. બિલ્ડિંગમાં લગભગ 25 જેટલા સ્ટુડન્ટ અને સ્ટાફ હશે. કેટલાક લોકોએ બહાર નીકળવા માટે ઉપરથી કૂદવાની ફરજ પડી હતી. 5 દિવસ થયા પછી પણ અમારા સ્ટાફના એક બહેનની ભાળ મળતી નથી.

Raina
error: Unable To Copy Protected Content!
Exit mobile version