દુઃખદ સમાચાર – મશહૂર એક્ટર-કોમેડિયનનું મોત, 2 દિવસ બાદ ઘરમાંથી સંદિગ્ધ હાલતમાં મળી લાશ, જુઓ તસવીરો નીચે

બે દિવસ સુધી ના ઉઠાવ્યો મિત્રનો ફોન તો થયો શક…તમિલ એક્ટર પ્રદીપ કે વિજયનનું મોત, ઘરમાં સંદિગ્ધ હાલતમાં મળી લાશ

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. તમિલ અભિનેતા પ્રદીપ કે વિજયનનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે. તેની લાશ ઘરમાં પડેલી મળી આવી હતી અને માથા પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનો મિત્ર બે દિવસથી તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ જ્યારે કોઈ જવાબ ન મળ્યો તો તેણે ઘરે જઈને તપાસ કરી.

જો કે, ત્યાં સુધી તો મોડુ થઇ ગયુ હતુ. અભિનેતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો અને મૃત્યુના કારણની તપાસ કરવામાં આવી રહી છે. એવું જાણવા મળ્યું છે કે અભિનેતા 12 જૂનના રોજ તેના પલવક્કમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.

પ્રદીપને થોડા દિવસોથી શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને ચક્કર આવી રહ્યા હતા. મિત્રએ તેની ખબર પૂછવા માટે ફોન કર્યો હતો, પરંતુ તેણે ફોન ઉપાડ્યો નહોતો. બે દિવસ સુધી આ સિલસિલો ચાલુ રહ્યો, જ્યારે મિત્રનો કોઈ જવાબ ન મળ્યો, ત્યારે શક થયો અને તે તેના ઘરે પહોંચ્યો.

ઘણી વખત ખટખટાવ્યા પછી પણ દરવાજો ન ખોલતા તેણે પોલીસને ફોન કર્યો. આ પછી અંદર જઇ જ્યારે જોયુ તો પ્રદીપની શંકાસ્પદ હાલતમાં લાશ મળી. તેના માથા પર ઈજાના નિશાન મળી આવ્યા છે, તેથી પોલીસ તેના મૃત્યુનું કારણ જાણવા તપાસ કરી રહી છે.

Shah Jina
Exit mobile version